Connect Gujarat
અમદાવાદ 

હવામાન વિભાગની રાજ્યમાં કોલડવેવની આગાહી, વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાઇ રહ્યું છે. ઠંડી વધતા અમદાવાદ સહિતના જિલ્લાઓમાં લોકો ઠુંઠવાયા છે.

X

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાઇ રહ્યું છે. ઠંડી વધતા અમદાવાદ સહિતના જિલ્લાઓમાં લોકો ઠુંઠવાયા છે. વહેલી સવારે ટહેલવા અને વોકિંગ કરવા તેમજ રનિંગ માટે નીકળતા લોકોની સંખ્યા ઘટી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યભરના તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. બુધવારથી બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. 29 જાન્યુઆરી થી ફરીથી કોલ્ડવેવની આગાહી છે. સાઈક્લોનિક સરક્યુલેશન ની અસરથી રાજ્યભરમાં ઠંડી વધશે. ધુમ્મસને લીધે સામાન્ય રીતે 3થી 4 કિ.મી. વિઝિબિલિટી ઘટીને 1 કિ.મી. થઈ છે અમદાવાદ શહેરના પારો આજે 10 ડિગ્રીએ પહોંચ્યો છે. એકાએક ઠંડીનો પારો ગગડતા ઠંડીમાં વધારો થયો છે. તો રસ્તા પર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. જેથી વહેલી સવારે લોકો શરીરને હૂંફ આપતા વસ્ત્રો પહેરી કામે જતા જોવા મળ્યા છે. ઠંડીથી બચવા માટે શહેરના લોકો તાપણું કરી લઈ રહ્યા છે. તો ગાત્રો થીજાવતી ઠંડીના કારણે ફૂટપાથ પર રહેતા શ્રમજીવી અને કાચાં ઝુંપડામાં રહેતા પરિવારો ની હાલત અત્યંત કફોડી બની છે. શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતા કલેક્ટરે મામલતદાર અને પ્રાંત અધિકારીને જરૂરી પગલા લેવા આદેશ આપ્યા છે.

Next Story