Connect Gujarat
અમદાવાદ 

આવા લોકો ક્યારે સુધરશે? મેટ્રો ટ્રેન પર અજાણ્યા ઇસમો દ્વારા લખાણ લખી રેલ્વેને પહોંચાડવામાં આવ્યું નુકશાન

મેટ્રોના બે કોચની બહારના ભાગે TATA જેવું જુદા જુદા કલરોનું લખાણ લખ્યું છે. ઉપરાંત મેટ્રો ટ્રેન વચ્ચેનો ઇલેક્ટ્રિક પોલ પર TAS લખાણ લખ્યું છે.

આવા લોકો ક્યારે સુધરશે? મેટ્રો ટ્રેન પર અજાણ્યા ઇસમો દ્વારા લખાણ લખી રેલ્વેને પહોંચાડવામાં આવ્યું નુકશાન
X

મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ફેઝ-1માં વસ્ત્રાલ-થલતેજ ગામ મેટ્રો આજથી જાહેર જનતા માટે સંપૂર્ણ રીતે શરૂ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા એપરલ પાર્ક માં મેટ્રો ટ્રેન પર અજાણ્યા યુવકો એ લખાણ લખ્યા છે. લખાણ લખવા ના કારણે મેટ્રોને 50,000નું આર્થિક નુકસાન થયું છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.મેટ્રો રેલ પ્રોજેક્ટના ડેપ્યુટી સિક્યુરિટી મેનેજર જગતસિંહ મકવાણાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે, 30 સપ્ટેમ્બરે રાતના સમયે ગોમતીપુર એપરલ પાર્ક ખાતે 3 અજાણ્યા ઈસમો કૂદીને ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. જે બાદ મેટ્રોના બે કોચની બહારના ભાગે TATA જેવું જુદા જુદા કલરોનું લખાણ લખ્યું છે. ઉપરાંત મેટ્રો ટ્રેન વચ્ચેનો ઇલેક્ટ્રિક પોલ પર TAS લખાણ લખ્યું છે.આ લખાણ લખીને ત્રણેય ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા છે. પબ્લિક પ્રોપર્ટી પર ગ્રાફીટી બનાવીને મેટ્રોને 50000 રૂપિયાનું નુકસાન કર્યું છે. સિક્યુરિટી કેમેરામાં પણ ત્રણેય ઈસમો આવતા જતા દેખાઈ રહ્યા છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

Next Story