/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/07230228/sddefault.jpg)
કેરળના કોઝિકોડ એરપોર્ટ પર રન-વે પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જેના કારણે મોટો અકસ્માત સર્જાયો છે. વિમાન રનવે પર લપસી પડ્યા બાદ વિમાન ક્રેશ થતાં બે ટુકડા થયા હતાં. આ વિમાનમાં 174 મુસાફર, 10 બાળકો, 2 પાયલોટ અને 5 ક્રૂ મેમ્બસ સવાર હતા. આ ઘટનામાં એક પાયલોટનું નિધન અને કેટલાક મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. DGCAએ આ મામલે વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે. સૂત્રો દ્વારા દુર્ઘટનામાં એક પાયલટ સહિત 14ના કુલ મોત, 123 ઇજાગ્રસ્ત અને ગંભીર રીતે 15 ઇજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે
કેરળના કોઝીકોડમાં રનવે પર વિમાન લપસ્યાની ઘટના સામે આવી છે. વંદે ભારત મિશન હેઠળ પ્લેન દુબઇથી ભારત આવ્યું હતું. કોઝીકોડના કરીપુર એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન લૅન્ડિંગ સમયે રનવે પર લપસ્યું હતું. આ વિમાન દુબઈથી 191 મુસાફરો લઇને આવી રહ્યું હતું. જેમાં 174 પેસેન્જર્સ, 10 બાળકો, 2 પાયલટ્સ અને 5 કેબિન ક્રૂ મેમ્બર્સ હતાં. આ દુર્ઘટનામાં એક પાયલોટનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, ભારે વરસાદના કારણે રનવે પર પાણી ભરાયા હતા, જેના કારણે પ્લેન રનવેથી આગળ નિકળી અને લગભગ 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું. પ્લેન બહુ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયું અને પ્લેનના બે ભાગ થઇ ગયા છે.
વડા પ્રધાને કરી વાત
કેરળના મુખ્યમંત્રી કાર્યાલયએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના અંગે કેરળના સીએમ પિનરાય વિજયન સાથે ફોન પર વાત કરી છે. મુખ્યમંત્રીએ વડા પ્રધાનને કહ્યું કે કોઝિકોડ અને મલાપ્પુરમ જિલ્લા કલેક્ટર અને આઈજી અશોક યાદવ સહિત અધિકારીઓની એક ટીમ એરપોર્ટ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે.
હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ રાજેશ રંજનએ કહ્યું કે અમારા જવાનો બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. હજી અમારી પાસે જાનહાનીની કોઈ જાણકારી નથી પરંતુ અમારા કર્મચારીઓ વિમાનમાં સવાર મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે. અકસ્માત બાદ હેલ્પલાઇન નંબર્સ (0565463903, 0543090572, 0543090572, 0543090575) પણ જારી કરવામાં આવ્યા છે.