-
ભરૂચમાં ધાંધીયાથી વોર્ડ નંબર 2માં વિજળી બની વેરણ
-
વારંવાર વિજળી ડુલ થવાના બનાવ
-
કાળઝાળ ગરમીમાં લોકો ત્રસ્ત
-
વિપક્ષે કરી ઉગ્ર રજુઆત
ભરૂચના વોર્ડ નંબર 2 માં વારંવાર વીજ ધાંધીયાથી જનતા પરેશાન બનતા વિપક્ષ કોંગ્રેસના આગેવાનોએ વીજ કચેરીએ રજુઆત કરી હતી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 ના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વીજ પુરવઠો અત્યંત અનિયમિત બન્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે વારંવાર 4 થી 5 વખત લાઈટ કાપ થવાને કારણે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
ખાસ કરીને ઢાંગરાવાડ, મુંડા ફળીયા, ડભોઇયાવાડ, સિંધીવાડ, સુથાર ફળિયું તથા ડબીપુરા આસપાસના વિસ્તારોમાં તેમજ મદની પાર્ક અને અહમદ નગર વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. રાત્રિના સમયે ડીપીમાં આગ લાગવાના બનાવો બનતા હોવાથી કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ રહેવાસીઓમાં વ્યાપી છે.આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 2 ના સભ્યો સમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સફી સલ્લુ, જાકીર કુરેશી અને ઇકબાલ પટેલ દ્વારા વીજ વિભાગના નાયબ ઇજનેરને તાત્કાલિક રજૂઆત કરી હતી. વહેલી તકે સમસ્યાનો નિકાલ લાવવા માંગ કરાઈ હતી.
