સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી અપડેટ ફેન્સ સાથે શેર કરે છે.

હવે સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે અભિનેતા તેના આગામી પ્રોજેક્ટ માટે કામ પર પાછો ફર્યો છે. અમિતાભ બચ્ચનનો સ્વેગ તેના ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. બીજી તરફ તેની પૌત્રી નવ્યા નવેલી નંદાએ ફોટો પર કોમેન્ટ કરીને લખ્યું, શું હું આ હૂડી મેળવી શકું? આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું, “ઓકે,બેક ટુ વર્ક માસ્ક સેનિટાઈઝર ડિસ્ટન્સ સાઈઝનું રસીકરણ. સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરીને અભિનેતાએ કહ્યું હતું કે, બાકી કામ બધુ બંધ છે. બસ દાઢી વધી રહી છે.