ઘોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ભરૂચ જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓનો ઉતકૃષ્ઠ દેખાવ

Update: 2019-05-21 11:23 GMT

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થીત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાયેલ વર્ષ.૨૦૧૮-૧૯ની એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ૧૦૦% પરીણામ સાથે ભરૂચ જિલ્લામાં અગ્રેસર રહેતા શાળા પરિવાર અને વાલિ સહિત વિદ્યાર્થીઓ ઝુમી ઉઠયા હતા.

ભરૂચ શહેરમાં માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે અગ્રસર થઈ રહેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલને ઝળહળતું પરીણામ લાવવા બદલ શાળા મેનેજમેન્ટના ચેરમેન એમ.એસ.જોલી તથા ટ્રસ્ટી યોગેશ પારીક,ચેતન સાવલીયા,પ્રશાંત ગોંડલીયાએ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આચાર્યને અભીનંદન પાઠવ્યા હતા. તો શાળામાં સારો દેખાવ કરી અવ્વ્લ રહેનાર વિદ્યાર્થીના વાલીઓએ શાળા પરીવાર અને મેનેજમેન્ટને પોતાના દિકરા, દિકરીઓ વગર ટ્યુશને સારા ટકાએ ઉત્તીર્ણ થયાની ખુશી વ્યક્ત કરી સૌનો અભાર માન્યો હતો.

Similar News