“2nd ડોઝ” : 28 દિવસ પૂર્ણ થતા તમામ ફ્રંટલાઈન વર્કસને કોરોના રસીનો બીજો ડોઝ અપાશે

Update: 2021-02-15 05:56 GMT

દેશભરમાં ગત તા. 16મી જાન્યુઆરીના રોજ તબીબોને કોરોનાની રસી આપવાની શરૂઆત થઈ હતી, ત્યારે આજે તા. 15મી ફેબ્રુઆરીએ બીજો ડોઝ આપવામાં આવશે. જોકે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખથી વધુ કોરોના વોરિયર્સને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે.

સમગ્ર દેશમાં કોરોના વેક્સિનના ડોઝની સાથે ફ્રંટલાઈન વર્કસને પણ કોરોનાની વેક્સિન આપવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. જોકે આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ પૂરતા પ્રમાણમાં કોરોના વેક્સિનનો જથ્થો હોવાથી વેક્સિનની ઘટ પડી શકે તેવી કોઈ શક્યતા નથી.

અમદાવાદ શહેર મહાનગર પાલિકા હેઠળની તમામ હોસ્પિટલના સ્ટાફ, સરકારી હોસ્પિટલના સ્ટાફ અને ફ્રંટલાઈન વર્કસ મળી કુલ 12 હજાર જેટલા લોકોને કોરોના વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં MCIના પૂર્વ પ્રમુખ, IMAના મહિલા પ્રમુખ, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેંડેટ, આસિસ્ટંટ સુપ્રિટેંડેટ સહિત 30 જેટલા આરોગ્ય કર્મચારીઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો, ત્યારે આજરોજ 28 દિવસ પૂર્ણ થતા તમામને કોરોના વેક્સિનની રસીનો બીજો ડોઝ આપવામાં આવશે.

Tags:    

Similar News