અમદાવાદ એરપોર્ટની કમાન હવે “અદાણી ગ્રુપ”ના હાથમાં, આગામી 50 વર્ષ સુધી કરશે એરપોર્ટનું સંચાલન

Update: 2020-11-07 13:09 GMT

અમદાવાદમાં આજથી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવશે. એરપોર્ટના ખાનગીકરણ માટેની દસ્તાવેજોની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. જેના પગલે એરપોર્ટની આસપાસ તેમજ અન્ય સ્થળો પર અદાણી ગ્રુપના બેરીકેટ્સ, એન્ટ્રી ગેટ, એકઝીટ ગેટ સહિતના બોર્ડ લાગવવામાં આવ્યા છે. આજથી આગામી 50 વર્ષ સુધી અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવશે. ટર્મિનલનું ઓપરેશન તેમજ એરપોર્ટના ડેવલોપમેન્ટની કામગીરી અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવશે. તો સાથે સાથે કંપની દ્વારા સ્ટાફને ટ્રેનિંગ આપવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે

આ અગાઉ અદાણી ગ્રુપને લખનઉ એરપોર્ટનું સંચાલન સંભાળવા આપ્યું હતું. સાથે ગ્રુપ મુંબઈના એરપોર્ટની કામગીરી સંભાળે છે. એટલે કે, હવે અદાણી ગ્રુપ પાસે દેશના 3 એરપોર્ટનું સંચાલન સોપવામાં આવ્યું છે. હવે અદાણી ગ્રુપની કંપની અદાણી અમદાવાદ ઈન્ટનરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એએઆઈએએલ) તમામ ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તા. 7 નવેમ્બરથી 50 વર્ષ માટે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ હસ્તગત કરવામાં આવશે, ત્યારે આગામી સમયમાં અદાણી દ્વારા એરપોર્ટના સંચાલનની સાથે સાથે એરપોર્ટનો વિકાસ પણ કરવામાં આવશે. જેમાં ટર્મિનલમાં પેસેન્જર સુવિધાઓ વધારવાની સાથે રન-વે પર ટેક્સી-વે, પાર્કિંગ, ટર્મિનલની બહાર પેસેન્જરો માટે પાર્કિંગ, બેસવાની સુવિધા, પીકઅપ એન્ડ ડ્રોપ જેવી સુવિધાઓ વધારાશે. જોકે આ તમામ સુવિધાઓ વધાર્યા બાદ અદાણી ગ્રુપ દ્વારા પેસેન્જરો પાસેથી સુવિધા ચાર્જ વસુલાય તેવી શક્યતાને પગલે અમદાવાદથી ઊપડતી ફ્લાઈટના ભાડામાં પણ વધારો થવાની શક્યતા પણ છે. આ અંગે અદાણી ગ્રૂપના કમ્યુનિકેશન હેડ રોય પોલે હાલ કશું કહેવાનો ઇનકાર કરતા 7 તારીખે થનાર હસ્તાંતરણ બાદ જ આ વિશે જરૂરી જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Tags:    

Similar News