અમદાવાદ : ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપનો આક્રમક પ્રચાર શરૂ

Update: 2021-02-11 08:37 GMT

અમદાવાદ મહાનગર પાલિકાના ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ કાર્યકર્તાઓના હુજુમ સાથે બાઇક રેલી તેમજ લોક સંપર્કના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ભાજપ આક્રમકતા સાથે પ્રચારમાં લાગી ગઈ છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરાયા બાદ હવે દરેક રાજકીય પાર્ટી પ્રચારમાં જોડાઈ છે ત્યારે અમદાવાદ મહાનગપાલિકાની ચૂંટણીમાં ભાજપ બીજી પાર્ટીઓ કરતા વધારે આક્રમક રીતે પ્રચારના શ્રીગણેશ કર્યા છે શહેરના અલગ અલગ વોર્ડમાં લોક સંર્પક કરી રહી છે તો બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે શહેરના સૌથી શિક્ષિત વોર્ડ ગણાતા જોધપુર વોર્ડમા આજે ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ બાઈક રેલીનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

અમદાવાદ મહાનગરપાલિકમાં ભાજપે અનેક વોર્ડમાં નવા ચેહરાઓને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે જોધપુર વોર્ડમાં પણ ભાજપે ધમાકેદાર પ્રચારની શરૂઆત કરી છે. અહીં ઉમેદવારોના સમર્થનમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાઈક રેલી વોર્ડમાં ફરી હતી આ રેલીમાં યુવા ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાજપના ઝંડા અને ભારતમાતા કી જય ના નારા સાથે કાર્યકર્તાઓએ જોશ ભરવાનો પ્રયતન કર્યો હતો. વોર્ડના ભાજપના ઉમેદવારોએ એએમસીમા ભાજપે કરેલ વિકાસ કાર્યો નો ઉલ્લેખ કરી મત માંગ્યા હતા


ઉમેદવારો નું કેહવું છે કે, અહીં વિકાસના કાર્યો કર્યા છે છતાં સ્થાનિક કોઈ પણ નાની મોટી સમસ્યા હોઈ તેનો નિકાલ કરવાની પ્રાથમિકતા અમારી રહેશે અને વોર્ડમાં નવા વિસ્તાર જોડાયા છે તે વિસ્તારમાં કોઈ પણ પ્રશ્નો હશે તેનું સમાધાન કરીશું ભાજપે અમદાવાદમાં આક્રમક પ્રચાર કરવામાં આવી રહ્યો છે સ્થાનિક જનતા ની વચ્ચે ઉમેદવારો જઈ રહ્યા છે આમ અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના દરેક ઉમેદવારો પ્રચારમાં જોડાયા છે શહેરના અલગ અલગ વોર્ડમાં બાઈક રેલી અને લોક સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

Tags:    

Similar News