અમદાવાદ : ફી માફી મુદ્દે વાલી મંડળે જિલ્લા શિક્ષણાધિકારીને પાઠવ્યું આવેદન પત્ર

Update: 2020-09-25 12:19 GMT

કોરોના મહામારીમાં છેલ્લા છ મહિનાથી પણ વધુ સમયથી શાળાઓ બંધ હાલમાં છે. અને હજી પણ કેટલા સમય સુધી શાળાઓ બંધ રહેશે કે કોઈ નક્કી નથી ત્યારે વાલી મંડળ દ્વારા વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે આવેલ ડીઓ ઓફિસમાં શિક્ષણ અધિકારીને ફી માફી મુદ્દે અને વાલીઓને રાહત મળે તે મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આવેદનપત્ર આપ્યા બાદ વિરોધ કરતા વાલી મંડળ સભ્યોની પોલીસે અટકાયત પણ કરી હતી.

છેલ્લા છ મહિનાથી કોરોના મહામારીમાં તમામ સ્કૂલ અને કોલેજો બંધ છે. તેમ છતાં જે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે તેન પગલે સ્કૂલ તંત્ર દ્વારા વાલીઓને ફ્રીઝ માટે દબાણ કરવામાં આવતું હોય છે. જે પગલે આજે વાલી મંડળ દ્વારા જિલ્લાશિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જે આવેદન પત્ર આપ્યા બાદ ત્યાં વિરોધ પ્રદશન કરતા તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી. તેમનું કહેવું હતું કે જ્યા સુધી શાળાઓ વાસ્તવિક રૂપે શરુ ન થાય ત્યાં સુધી ગુજરાતના તમામ વાલીઓને ફીઝ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે.

Tags:    

Similar News