અમદાવાદ : બોગસ કોલ સેન્ટરના સંચાલક નીરવ રાયચુરાની મિલકતોની તપાસ શરૂ

Update: 2020-10-29 08:25 GMT

અમદાવાદમાં બોગસ કોલ સેન્ટર ચલાવી કરોડો રૂપિયાના આસામી બનેલાં નીરવ રાયચુરાની મિલકતોની તપાસ માટે હવે ઇડી અને ઇન્કમટેકસ વિભાગની ટીમો જોતરાઇ ચુકી છે.

અમદાવાદમાં બોગસ કોલ સેન્ટરના બાદશાહ ગણાતા નીરવ રાયચુરાની વિદેશથી દારૂ મગાવી મેહફીલ કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. આનંદનગર પોલીસ બાદ હવે નીરવની જિલ્લા પોલીસે ધરપકડ કરી છે. જ્યારે નીરવની ઓફિસે, ઘરે ઈડી, આઈટીએ સર્ચ શરૂ કરાયું છે.અમદાવાદ પોલીસને આશંકા છે કે નીરવ અને તેમના સાથીઓ હવાલાનું રેકેટ ચલાવતા હતાં. બે દિવસ પહેલા અમદાવાદ પોલીસે પ્રહલાદનગર ગાર્ડન પાસે સફલ પ્રોફિટેર બિલ્ડિંગની ઓફિસમાં મંગળવારે દારૂની મહેફિલ માણી રહેલા નીરવ રાયચુરા, સંતોષ ભરવાડ, રાહુલ પૂરબિયાને ઝડપી લીધા હતા. જ્યારે અમદાવાદ જિલ્લા પોલીસે નીરવના રિવેરગ્રીન્સ ખાતેના બંગલામાંથી ગેરકાયદે બાર, રેન્જરોવર કાર અને પિસ્ટલ કબજે કરી નીરવ સામે વધુ એક ફરિયાદ નોંધી હતી.

આનંદનગર પોલીસે નીરવ સહિત ત્રણેયને બુધવારે કોર્ટમાં રજૂ કરતા તેઓ જામીન પર છૂટતાં જિલ્લા પોલીસે નીરવની ધરપકડ કરી હતી. નીરવની ઓફિસે, ઘરે બુધવારે સવારથી ઈડી અને ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. નીરવના ફોન, લેપટોપમાંથી હવાલાના હિસાબો ડિલીટ કરી દેવાયા હોવાથી તે એફએસએલમાં મોકલ્યા છે. જ્યારે નીરવને વિદેશથી દારૂ લાવી સપ્લાય કરનાર ચિરાગ જયસ્વાલની ધરપકડ કરી છે. નીરવની પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ, પૈસા, જ્વેલરી લઈ તેની પત્ની ક્રિષ્ના ભાગી ગઈ હોવાની શંકાના આધારે પોલીસે તેની પણ શોધખોળ શરૂ કરી છે.

Tags:    

Similar News