અમદાવાદ: ટિકિટ વહેચણીને લઈ કોંગ્રેસમાં અસંતોષ ચરમસીમાએ , ઈમરાન ખેડાવાલાનું રાજીનામું તો કોંગ્રેસ ઓફિસ પર સન્નાટો

Update: 2021-02-08 13:47 GMT

જયારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે પક્ષમાં નારાજગી જોવા મળે છે. પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં અમદાવાદમાં જે ટિકિટની ફાળવણી કરવામાં આવી છે તેને લઈને કોંગ્રેસ પક્ષમાં અનેક કાર્યકર્તાઓ, હોદેદારો તેમજ નેતાઓ નારાજ જોવા મળ્યા છે અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજીનામું પણ આપ્યું હતું ત્યારે કોંગ્રેસ ઓફિસમાં સન્નાટો જોવા મળ્યો હતો.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં ઉમેદવારો ની પસંદગી બાદ તમામ પક્ષમાં નારાજગી જોવા મળતી હોય છે પરંતુ કોંગ્રેસમાં એ નારાજગી કંઈક વધારે જ જોવા મળે છે. થોડા દિવસ પહેલા NSUI ના કાર્યકર્તાઓએ રાજીવ ગાંધી ભવન પોતાની નારાજગી દેખાડી હતી. તો આજે ટિકિટ આપવામાં પક્ષે કાયાકક ખોટું કામ કર્યું છે તેવું કહીને જમાલપુર ના ધારા સભ્ય ઇમરાન ખેડાવાળા એ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે. ત્યારે કોંગ્રેસ ઓફિસ પર એક બે હોદેદારોને છોડી કોઈ પણ હોદેદારો કે મોટા નેતાઓ મળતા નથી. કોંગ્રેસ ઓફિસમાં માત્ર સન્નાટો જોવા મળ્યો હતો. કોંગ્રેસ મુખ્ય ઓફિસ એટલેકે રાજીવ ગાંધી ભવન ખાલીખમ જોવા મળ્યું હતું.

Tags:    

Similar News