અમદાવાદ: વૃદ્ધ દંપત્તિ સાથે લૂંટ વિથ મર્ડરના મામલામાં પોલીસની ટિમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પહોચી જાણો શું થયો ખુલાસો

Update: 2021-03-08 07:45 GMT

અમદાવાદના હેબતપૂરામાં વૃધ્ધ દંપત્તિ સાથે લૂંટ વિથ મર્ડરના મામલામાં ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપીઓને ઝડપી પાડવા રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં ધામા નાખ્યા છે.

અમદાવાદના હેબતપુરમાં વૃદ્ધ દંપતીની હત્યા થયા બાદ શહેરનું પોલીસતંત્ર હરકતમાં આવ્યું છે લૂંટારુઓ દંપતીની હત્યા કરી 2.45 લાખની લૂંટ કરી રાજ્યની બહાર ફરાર થયાની બાતમી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 4 ટીમ મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન પોહચી છે અને મોટું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તો ચારેય આરોપી એમપીના ગ્વાલિયરના ગિઝોરાના વતની હોવાનું બહાર આવતા એક ટિમ ત્યાં પણ રવાના થઇ છે.

અમદાવાદ શહેર પોલીસે આસપાસના 200 થી વધુ સીસીટીવી કબ્જે કરી ચેક કરતા લૂંટારુઓની ઓળખ પોલીસને થઇ હતી અને તેમનો ભૂતકાળ તપાસતા ગુનાહિત ભૂતકાળ સામે આવ્યો છે અને ચારેય લૂંટારુ એમપીના હોઈ પોલીસ ની અલગ અલગ ટિમો રવાના કરવામાં આવી છે. હત્યા અને લૂંટના આ ચારેય આરોપીની તસવીરો, નામ અને તેમનાં સરનામાની માહિતીના આધારે પોલીસે તેમના લોકેશન જાણવા માટે તેમના ફોન ટ્રેસિંગમાં મૂક્યા છે, પરંતુ લૂંટ અને હત્યા કર્યા બાદ ચારેયે ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા.

Tags:    

Similar News