અમદાવાદ: આઇપીએસ વિપુલ અગ્રવાલની નવી પહેલ, પોલીસકર્મીઓ સાથે હવે સીધો સંપર્ક

Update: 2019-12-14 07:01 GMT

શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પોતાના વહીવટી અને પોતાના નોકરી બાબતે કોઈ પ્રશ્ન કે રજૂઆત હોય તે અંગે જણાવી શકે તે માટે અમદાવાદ શહેર પોલીસના વહીવટી વિભાગના વડા જેસીપી વિપુલ અગ્રવાલે નવી પહેલ શરૂ કરી છે. તેઓએ ટ્વીટ કરી જે-તે કર્મચારી પોતાના પ્રશ્નો પહોંચાડી શકે તે માટે એક ફોર્મ મૂક્યું છે. જેમાં પોલીસ કર્મચારી પોતાની રજૂઆત કરી શકે છે. પોલીસ ફોર્સ ડિસિપ્લીન ફોર્સ કહેવામાં આવે છે. જેમાં નાના કર્મચારીઓ તેમના ઉપરી અધિકારીને જ રજૂઆત કરી શકે છે. સિનિયર અધિકારીને નાના કર્મચારીઓ પોતાની રજૂઆત ઝડપથી પહોંચાડી શકતા નથી કે કહી શકતા નથી. જેને લઇને JCP અગ્રવાલે આ નિર્ણય લીધો છે.

https://twitter.com/ipsvipul_/status/1205474685540032512

તેમણે ટ્વીટ કરી કહ્યું છે કે, ‘અમદાવાદ શહેરના પોલીસકર્મીઓ હવે તેમના વહીવટી તેમજ સેવા વિષયક પ્રશ્નો બાબતે મારો સીધો સંપર્ક કરી શકશે. લિંક પર ક્લિક કરી ફોર્મ ભરો અને તમારા પ્રશ્નો અને રજૂઆતો મને મોકલો. હું નિરાકરણ માટે પ્રયાસ કરીશ

Similar News