ભરૂચ: અંકલેશ્વરમાં અનેક મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ, મતાધિકાર ન મળતા લોકોમાં રોષ

ભરૂચમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ, લોકો મતદાન કરવા પહોંચ્યા મતદાન મથકે. મતદાર યાદીમાંથી નામ થયા ગાયબ, અનેક મતદારો મતાધિકારના ઉપયોગથી રહ્યા વંચિત.ચૂંટણી તંત્રને કરવામાં આવી ફરિયાદ.

Update: 2024-05-07 05:53 GMT

ભરૂચમાં આજરોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાય રહ્યું છે ત્યારે અંકલેશ્વરની નોબારિયા શાળાના મતદાન મથક પર 15 જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થતા તેઓ મતાધિકારથી વંચિત રહ્યા હતા.

સમગ્ર રાજ્યની 25 લોકસભા બેઠક પર આજરોજ મતદાન યોજાય રહ્યું છે ત્યારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ અંકલેશ્વરમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી. અંકલેશ્વરની નોબારિયા સ્કૂલના મતદાન મથક પર મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા જો કે તેમનું નામ મતદાર યાદીમાં ન હોવાના કારણે તેમણે મતદાનથી વંચિત રાખવામા આવ્યા હતા. આ મતદારોએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન તેમનું નામ મતદાર યાદીમાં જોયુ હતું પરંતુ આજે જ્યારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમનું નામ જ ન હોવાના કારણે મતદાન ન કરી શકતા નિરાશ થઈ પરત ફર્યા હતા. આ અંગે ચુટણીપંચને ફરિયાદ કરવામાં આવી છે.

Tags:    

Similar News