અમદાવાદ : બેકારી માણસને ગુનેગાર બનાવી દે છે, એક બેકાર યુવક બન્યો ચોર

Update: 2020-12-15 09:01 GMT

કોરોના મહામારીને કારણે અનેક લોકોના વેપાર રોજગાર બંધ થયા તો અનેક લોકો બેરોજગાર થયા છે. ત્યારે કેટલાક લોકો ચોરી અને લૂંટના રવાડે ચાડી ગયા છે તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. અમદાવાદ શહેરમાં ખોખરા વિસ્તારમાં પોલીસે એક એવા વાહન ચોરની ધરપકડ કરી છે જે યુવાનને કોરોના કાળમાં મજૂરી કામ ના મળતા તેણે શહેરમાં વાહન ચોરીનો માર્ગ અપનાવ્યો હતો. પણ આ યુવક પોલીસના સિંકજામાં આવી ગયો છે.

અમદાવાદની ખોખરા પોલીસે જીતેન્દ્ર ચિતારા નામના મૂળ અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી શાહપુર, નારોલ, ખોખરા જેવા વિસ્તારોમાંથી વાહનો ચોરી કરતો હતો. ઘરેથી તે વાહન વગર નીકળતો અને ચાલતા ચાલતા જ્યાં બિનવારસી વાહન દેખાય તેની ચોરી કરી વાહન પોતાના ઘરે મૂકી દેતો હતો. ક્યારેક તો ચોરેલા વાહન પર જ નીકળતો અને અન્ય વાહન ચોરી બંને વાહન વારાફરતી લઈને ઘરે મૂકી દેતો હતો. પોલીસે સાત વાહનો કબ્જે લઈ અનેક ગુનાના ભેદ ઉકેલ્યા છે.પોલીસના કેહવા મુજબ આ યુવક છેલ્લા દોઢ મહિનાથી વાહન ચોરીને અંજામ આપતો હતો.

વીઓ_02 પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, ચોરીના ગુનામાં પકડાયેલો યુવક અગાઉ સિલાઈ કામ અને છૂટક મજૂરી કરતો હતો. પરંતુ કોરોના કાળમાં તેને દોઢેક માસથી કોઈ કામ મળ્યું ન હતું. તેથી તેણે એક બાદ એક 7 વાહનોની ચોરી કરી હતી. આ તમામ વાહનની ચોરી તેણે માત્ર દોઢ માસમાં જ કરી હતી. આરોપી એટલો શાતિર છે કે તે અગાઉ આવા ગુનાને અંજામ આપ્યા બાદ પકડાયો પણ ન હતો.

Tags:    

Similar News