અમદાવાદ : જોધપુર વિસ્તાર કોરોના હોટસ્પોટ બન્યું, નવેમ્બરમાં જ નોંધાયા આટલા કેસ!

Update: 2020-12-07 08:04 GMT

અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં નવેમ્બર મહિનામાં જ 750 કેસ સરકારી આંકડા મુજબ સામે આવ્યા છે. સતત સંક્રમિતોની સંખ્યા વધતાં આ વિસ્તાર કોરોના હોટસ્પોટ બની ગયો છે.

અમદાવાદમાં નવેમ્બર મહિનામાં કોરોના કેસ સતત વધી રહયા છે. ત્યારે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદમાં જોધપુર વિસ્તાર કોરોના હોટસ્પોટ બન્યો છે. નવેમ્બર મહિનામાં અહીં 750 કોરોના કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. આજ વિસ્તારમાં માર્ચ મહિનાથી અત્યર સુધીમાં 1400 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

બીજી તરફ શહેરમાં  છેલ્લા એક મહિનામાં 10 વોર્ડમાં 200થી વધુ કેસ નોંધાયા છે. જેમાં જોધપુર પછી બોડકદેવમાં 425, પાલડી 344, નવરંગપુરા 323, થલતેજ 322, ગોતા 302, નિકોલ 286, ઘાટલોડિયા 289, નારણપુરા 255, મણિનગરમાં 241 કેસ નોંધાયા છે. જ્યારે 50થી ઓછા કેસ અસારવા, દરિયાપુર, જમાલપુર, વિરાટનગર, શાહપુર, અમરાઈવાડી, ભાઈપુરા, બહેરામપુરા, દાણીલીમડા, મક્મતપુરા વોર્ડમાં નોંધાયા છે. આમ પૂર્વ અમદાવાદ ની સામે પશ્ચિમ અમદાવાદમા કોરોના સંક્રમણ નવેમ્બર મહિનામાં સતત વધી રહ્યું છે.

શહેરમાં ઝોનવાર સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં 8,858એ પહોંચી ગયા છે. જમાલપુરમાં નવેમ્બર મહિનામાં માત્ર 12 જ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 291 કેસ નોંધાયા છે, જ્યારે 10 દર્દીનાં મોત થયાં છે. બે વિસ્તાર કન્ટેન્મેન્ટમાં મુકાયા છે કેસ વધવાની સાથે કંટેનમેન્ટ ઝોન પણ વધી રહયા છે.

Tags:    

Similar News