અમદાવાદ : વાહનચાલકની નજર ચુકી અને કિમંતી સામાન ગુમ, જુઓ શું છે ઘટના

Update: 2020-10-30 12:10 GMT

અમદાવાદમાં ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે તૈલી ગેંગ ના 3 ઈસમોને ઝડપી પાડયાં છે. આ આરોપીઓ વાહન ચાલકની નજર ચૂકવી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરતા હતા. આ આરોપીઓ પાસેથી ગ્રામ્ય એલસીબીએ 7 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ થોડા દિવસ પહેલા ધોળકામાં આવેલ એચપી પેટ્રોલ પમ્પ પર થયેલ સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. એલસીબીએ કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જે તૈલી ગેંગથી ઓળખાય છે. આરોપીઓ વાહન ચાલકની નજર ચૂકવી કિંમતી માલ સામાની ચોરી કરતાં હતાં. તૈલી ગેંગના ત્રણ સાગરીતો પોલીસની પકડમાં આવ્યાં છે.આરોપીઓ વાહન ચાલકને કોઈ પણ બહાનું કાઢી તેની નજર ચૂકવી તેની કિંમતી માલ સામાનની ચોરી કરતા હતા. આ આરોપીઓ જોડેથી કુલ 7 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી પર નજર નાંખવામાં આવે તો આરોપીઓ બેન્ક અથવા જેવલર્સની દુકાનની મુલાકાત લેનાર ગ્રહકોની વોચ રાખી ગ્રાહક ને ટાર્ગેટ કરતા હતા. વાહનની ટાયરની ટ્યુબના વાલમાં બેરિંગનો છરો ભરાવતા જેથી ધીરે ધીરે હવા નીકળી ટાયર બેસી જાય અને ગાડી ચાલક ગાડીને પંચર થયેલાનું માની પંચર થયેલું ટાયર બદલવામાં મગ્ન હોય તે સમયે મોકો જૉ વાહનનમાંથી ચીજ વસ્તુઓની ઉઠાંતરી કરી ફરાર થઇ જતાં હતાં.

આ આરોપીઓ મૂળ તૈલી કોમના હોવાથી તૈલી ગેંગ ના નામથી કુખ્યાત છે. હાલમાંતો ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હજી બીજા અન્ય સાગરીતોની શોધખોળ કરવામાં આવી રહી છે. અને તપાસમાં હજી પણ વધુ ગુન્હાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા રહેલી છે.

Tags:    

Similar News