અમદાવાદ: ચૂંટણીને લઈ અમદાવાદ પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાયું, જુઓ સંવેદનશીલ વિસ્તારોમાં કેવો છે બંદોબસ્ત

Update: 2021-02-20 11:48 GMT

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવામા આવી રહી છે.

રાજ્યમાં આવતીકાલે એટલે કે 21મી ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકાઓમાં મતદાનની અને 23મી ફેબ્રુઆરી 2021ના દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકામાં પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આજે સવારથી અલગ-અલગ વોર્ડમાં EVM મશીન મોકલવામાં આવ્યા છે.

16 સેન્ટર પરથી EVM રિસીવિંગ અને ડિસપેચની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેમના બુથ પર તમામ EVM મશીન મોકલી દેવામાં આવ્યા છે. અને ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.અમદાવાદમાં 21 ફેબ્રુઆરીના રોજ મતદાન થવા જેઇ રહ્યું છે. ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમે અમદાવાદનો સૌથી સંવેદનશીલ વિસ્તાર દરિયાપુરમાં પોહચી હતી. જ્યા EVM મશીન મુકવામાં આવ્યાં છે ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ સ્થળે ACP , પીઆઇ સહિતના કાફલોએ નિરીક્ષણ કર્યું હતું સાથે જે બૂથ અતિ સંવેદનશીલ છે ત્યાં હથિયારધારી પોલીસ પણ હાજર રાખવામા આવી છે. મતદાનને લઈને પોલીસે તેની તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે.

Tags:    

Similar News