અમદાવાદ: દાંડી યાત્રા સામે કોંગ્રેસની કિસાન સત્યાગ્રહ યાત્રા પોલીસે અટકાવી,જુઓ ઘર્ષણના દ્રશ્યો

Update: 2021-03-12 13:21 GMT

દાંડી યાત્રાની થીમ પર કોંગ્રેસ દ્વારા આજરોજ કિસાન સત્યાગ્રહ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે પોલીસે યાત્રા કાઢી રહેલ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતાં ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા

આઝાદીનો અમૃત મહોત્સવ અને દાંડીયાત્રાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી અમદાવાદ આવ્યા હતા. દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. ત્યાર બાદ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દાંડીયાત્રા કાઢવા ગાંધી આશ્રમ તરફ જવા માટે નીકળ્યા હતા, પરંતુ કોંગ્રેસ ઓફિસ બહારથી જ પોલીસે કોંગી નેતાઓને અટકાવવાની શરૂઆત કરી હતી. જોકે પોલીસ તેમને અટકાવી શકી ન હતી. આ દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.આમ છતાં કોંગ્રેસના કાર્યકરો એલિસબ્રિજ સુધી પહોંચી ગયા હતા. જોકે બાદમાં પોલીસે અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા, પૂંજાભાઈ વંશ, ડો.મનીષ દોશી, ઋત્વિક મકવાણા, રાજેશ ગોહેલ, જશુભાઈ પટેલ અને ઈમરાન ખેડાવાલાની અટકાયત કરી હતી.આ પહેલાં સવારે કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની રેલી શરૂ થાય એ પહેલાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યને નજરકેદ કરી લેવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષની દાંડીયાત્રા પરમિશન વગર કાઢતાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી સહિતના કાર્યકરો અને નેતાઓની કાર્યાલય બહારથી જ અટકાયત કરવા આવી હતી.આ અંગે કોંગ્રેસનાં આગેવાનોએ રાજ્ય સરકાર પર તાનાશાહીના આક્ષેપ કર્યા હતા

Tags:    

Similar News