અમદાવાદ : રીકશાચાલકોમાં જોવા મળ્યો એકતાનો અભાવ, હડતાળ રહી નિષ્ફળ

Update: 2020-07-07 08:30 GMT

અમદાવાદમાં મંગળવારના રોજ આપવામાં આવેલી એક દિવસીય હડતાળનો ફીયાસ્કો થયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં રીકશાઓ ફરતી જોવા મળી હતી. હડતાળનો ફીયાસ્કો થતાં હવે આગામી દિવસોમાં યોજાનારી મહાસભા સામે પણ સવાલો ઉભા થયાં છે.

કોરોના વાયરસના કારણે બે મહિનાના લોકડાઉનના કારણે રીકશાચાલકોની હાલત કફોડી બની હતી. સરકાર રીકશાચાલકોને 15 હજાર રૂપિયાની સહાય આપે સહિતની માંગણીઓ સાથે મંગળવારના રોજ એક દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. હડતાળનું એલાન રીકશાચાલકોના 10 સંગઠનો તરફથી આપવામાં આવ્યું હતું.

મંગળવારે હડતાળના દિવસે જ રીકશાચાલકોમાં એકતાનો અભાવ જોવા મળ્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં રીકશાઓ ફરતી જોવા મળી હતી. હવે જોવાનું રહેશે કે આગામી ૧૦ જુલાઇના રોજ જીએમડીસી ખાતે યોજાનારી રિક્ષાચાલકોની મહાસભાનું શું થાય છે....

Similar News