અમદાવાદ : પુરુષ અને મહિલા પોલીસ જવાનો અને ફોર્સ માટે રન ફોર યુનિટીનું કરાયું આયોજન

Update: 2020-10-28 08:25 GMT

અમદાવાદ શહેરના લાલગેબી સર્કલ પાસે પોલીસ જવાનોની મેરેથોન દોડ યોજાઇ હતી. વિવેકાનંદ નગર પોલીસના જવાનો અને અધિકારીઓ માટે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150થી વધુ જવાનોએ 5 કિમી સુધીની દોડ લગાવી હતી.

દેશભરમાં પોલીસના જવાનો અને ફોર્સ માટે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં આજે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના જવાનો અને અધિકારીઓ માટે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રન ફોર યુનિટીમાં 150 થી વધુ જવાનો અને અધિકારીઓ એ ભાગ લીધો હતો. શહેરના લાલગેબી સર્કલ પાસે આ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી કેટી કામરિયાએ ફ્લેગ ઓફ આપી આ દોડની શરૂઆત કરાવી હતી. આ દોડ 5 કિલોમીટરની રાખવામાં આવી હતી. આ દોડમાં પુરુષ પોલીસ જવાનો સાથે મહિલા પોલીઓસકર્મીઓ પણ જોડાય હતી. પોલીસ જવાનોને પ્રોત્સાહિત કરવા પોલીસ અધિકારીઓએ પણ દોડ લગાવી હતી. દોડમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવેલ કર્મીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપીનું કેહવું છે કે, દેશભરમાં આ રન ફોર યુનિટી યોજાઈ રહી છે. તેનો ઉદ્દેશ છે કે પોલીસકર્મીઓ માનસિક તણાવમાંથી બહાર આવે અને તેની શારીરિક તંદુરસ્તી પણ બની રહે, તો સાથે દરેક પોલીસ કર્મીઓમાં એકતાની ભાવના જળવાઈ તે માટે આ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.

Tags:    

Similar News