અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લક્ઝુરિયસ ક્રુઝ આકર્ષણનું કેન્દ્ર, જુઓ શું છે વિશેષતા

Update: 2021-01-21 08:03 GMT

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નવા વર્ષની શરૂઆતમાં અમદાવાદવાસીઓ માટે બોટિંગની શરૂઆત કરવામાં આવી છે. અહીં હવે સહેલાણીઓ માટે લક્ઝુરિયસ ક્રુઝ ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ક્રુઝ ખાસ સ્પેનથી મંગાવામાં આવી છે અને ક્રુઝ ફુલ્લી એસી છે કોરોનાની મહામારી ચાલતી હોઈ આ ક્રુઝને સૅનેટાઇઝ કર્યા બાદ બીજીવાર ઉપયોગમાં લેવામાં આવે છે. આ ક્રુઝમાં એકસાથે 60 લોકો સવાર થઇ સાબરમતીનો નજારો જોઈ શકે છે.

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ હવે દેશ અને વિદેશના સહેલાણીઓને આકર્ષી રહ્યો છે ત્યારે આજ રિવરફ્રન્ટ ખાતે બે પોઇન્ટ પર બોટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં એક પોઇન્ટ વલ્લભ સદન અને બીજો પોઇન્ટ ઉસ્માનપુરા નજીક શરુ કરવામાં આવ્યો છે. બોટિંગ સેવાને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી. વલ્લભ સદન નજીક આવેલા બોટિંગ સ્ટેશન પર ઈસીએચટી દ્વારા બોટિંગની એક્ટિવિટી કરવામાં આવી રહી છે. જ્યારે ઉસ્માનપુરા નજીક આવેલા સ્ટેશન માટે ખોડલ કોર્પોરેશન દ્વારા બોટિંગની એક્ટિવિટી કરવામાં આવી રહી છે.

રૂપિયા 7 કરોડના ખર્ચે ક્રુઝ બોટ મંગાવાઈ છે. 60 બેઠકની ક્ષમતા છે અને સંપૂર્ણ વાતાનૂકૂલિત બોટ છે. ક્રુઝ બોટની એક ટ્રીપનો સમય 15 મિનિટનો રહેશે. માત્ર 200 રૂપિયામાં ક્રૂઝ બોટનો આનંદ લઈ શકાશે. ક્રુઝ બોટમાં પાર્ટી પણ ઓર્ગેનાઈઝ કરવા માટેની વિચારણા ચાલી રહી છે. મહત્વનું છે કે, નવા વર્ષથી રિવરફ્રન્ટ ખાતે કિડ્સ બોટ, જેટસ્કી, રિવર ક્રૂઝ સહિતની વોટર રાઈડ શરૂ કરાઇ છે. આમ અમદાવાદને નવા વર્ષે નવું નજરાણું મળ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદીનો આ ડ્રિમ પ્રોજેક્ટ છે અને અહીં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે સાબરમતી રિવરફ્રન્ટ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી પ્લેનની સેવા ચાલુ કરવામાં આવી છે તો સાથે સાઈકલિંગની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે આમ રિવરફ્રન્ટ ખાતે સહેલાણીઓ ને આકર્ષવા હવે લક્ઝુરિયસ ક્રુઝ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Tags:    

Similar News