અમદાવાદ : ખાદીનું વણાટ કામ કરતાં કારીગરોને થશે રાહત, ચરખા ચલાવવા પેડલ નહીં મારવા પડે, જુઓ નવી તકનીક

Update: 2020-10-21 08:49 GMT

ગુજરાત મહાત્મા ગાંધીનું ગુજરાત છે અને અહીં ખાદીનું વણાટ કામ કરનાર અનેક પરિવારો છે પણ છેલ્લા અનેક દશકાથી અહીં ખાદીનું વણાટ કામ પેડલ મારીને કરવામાં આવતું હતું પણ હવે આવા કારીગરોને આમાંથી છુટકારો મળશે ગુજરાત ખાદી બોર્ડ દ્વારા સોલારથી ચાલતા ચરખા બનાવવામાં આવ્યા છે અને સોલાર ચરખા નો વિતરણ કાર્યક્રમ અમદાવાદ માં યોજવામાં આવ્યો 400 લાભાર્થીને આ સોલાર ચરખા અર્પણ કરવામાં આવ્યા

ગુજરાત ખાદીના વણાટ કામ માટે જાણીતું છે. મહાત્મા ગાંધી પણ ચરખો ચલાવી વણાટ કામ કરતાં હતા. પરંતુ સમય જતાં ખાદી અને ચરખો વિસરતો ગયો. સરકાર સમયાંતરે વિસરાતી  વિરાસતને જાળવી રાખવા કાર્ય કરતી રહી છે. ખાદીના ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે પીએમ મોદીએ અભિયાન પણ છેડ્યું છે. આ વચ્ચે હવે ગુજરાત સરકાર દ્વારા ખાદીના ઉદ્યોગમાં જોતરાયેલા અને ચરખો ચલાવતા કારીગરોને શારીરિક રાહત મળે તે માટે સોલર ચરખા બનાવી વિતરણ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ચરખા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યભરમાંથી લાભર્થીઓની પસંદગી કરવામાં આવ હતી જે વર્ષોથી ખાદી વણાટનું કામ કરે છે અને સવાર થી સાંજ સુધી તેને શ્રમ પડે છે આમાંથી મુક્તિ આપવા માટે ગુજરાત ખાદી બોર્ડે સોલાર ચરખાનું નિર્માણ કર્યું આ ચરખો સોલાર થી કાર્ય કરે છે અને જેથી કોઈપણ કારીગરો ને વધારે શ્રમ ના પડે અને ઝડપથી ખાદી વણાટ નું કામ થાય રાજ્યમાં અમદાવાદ સહીત અનેક જિલ્લાઓમાં નાના મોટા ચરખા પર ખાદી વણાટનું કામ થાય છે.

મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાણવાયું કે ગુજરાતની ઓળખાણ ગાંધીના ગુજરાત તરીકેની છે અને અહીં હજારો લોકો ખાદી વણાટનું કામ કરે છે ત્યારે સરકારે તેમની સ્થિતિને જોતા આ સોલાર ચરખા નો નિર્ણય કર્યો છે સોલાર ચરખાથી ઉત્પાદન વધશે તો સાથે તેમને થતો શ્રમ પણ ઓછો થશે આ સોલાર ચરખો વીજળીથી કનેકટ હશે આમ ગુજરાત સરકાર નો આ નિર્ણય આવનાર સમયમાં ખાદી વણાટ કરનાર માટે ઉપયોગી સાબિત થશે.

Tags:    

Similar News