અમદાવાદ : ગ્રાહક સુરક્ષા અધિકારીના નામે તોડ કરવા 10 યુવાનો શો રૂમમાં ઘુસ્યા પછી શું થયું જુઓ

Update: 2021-02-02 12:52 GMT

અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારના એક શો રૂમમાં ગ્રાહક સુરક્ષા અધિકારીના નામે તોડ કરવા ગયેલા 10 ઇસમો વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શો રૂમના માલિકને શંકા જતાં પોલીસ બોલાવી હતી જેમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા અનેક સમયથી સીઆઇડી ક્રાઇમ દ્વારા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ચીજ વસ્તુઓ વેચતા દુકાનદારો અને વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે અનેક જગ્યાએ લાખો રૂપિયાનો મુદામાલ જપ્ત પણ કરવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ત્યારે કેટલાક લેભાગુ તત્વો આવી તકનો ગેરલાભ ઉઠાવતા હોઈ છે અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં આવેલ એક મોટા શો રૂમમાં 10 યુવાનો ગ્રાહક સુરક્ષાના ફિલ્ડ ઓફિસરના નામે ઘુસી ગયા અને વીડિઓગ્રાફી શરુ કરતા દુકાનદારે પોલીસ બોલાવી હતી .

અમદાવાદમાં રહેતા રાજેન્દ્રસિન્ગ રાજપૂતે પોલીસમાં ફરિયાદ નોંધવી છે કે કેટલાક યુવાનો સાદા કપડામાં તેમના શો રૂમ પર આવ્યા હતા અને પોતાની ઓળખ ગ્રાહક સુરક્ષાના ફિલ્ડ ઓફિસર તરીકે આપી હતી અને તેઓ બ્રાન્ડેડ કંપનીઓની રેડ કરવા આવ્યા છે અને ત્યારબાદ આ ઈસમોએ બિલ માંગ્યા હતા અને સાથે તેઓએ વીડિયોગ્રાફી પણ શરુ કરી હતી અચાનક થયેલ રેડથી દુકાનદારને કઈ પોલીસને બોલાવી હતી. વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે 10 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રાહક સુરક્ષા અધિકારીના નામે તોડ કરવા આવેલા ઇસમો તોડ કરે એ પૂર્વે જ તેઓએ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

Tags:    

Similar News