અમદાવાદ : ક્યારે મળશે ન્યાય? શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની તપાસમાં વિલંબ

Update: 2020-12-07 11:23 GMT

અમદાવાદમાં બનેલ શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં 8 જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આગની ઘટનાની તપાસ માટે જજની અધ્યક્ષતામાં એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જે સમગ્ર ઘટનાની તપાસ કરશે. ત્યારે આજે આ કમિટી ઘટનાસ્થળની મુલાકાત લેવાની હતી. પરંતુ તે હોસ્પિટલ નહીં પહોંચતા તપાસમાં વિલંબ થયો છે.

                       

અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં શ્રેય ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં 8 કોરોના દર્દીઓના મૃત્યુ થયા હતા. આ અગ્નિકાંડની તપાસ જસ્ટિસ કે એ પુજને સોંપવામાં આવી હતી અને તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આજે તપાસ કમિટી ઘટના સ્થળની મુલાકાત લેવાની હતી. પણ તપાસ કમિટી આજે હોસ્પિટલ નહીં પહોંચતા તપાસમાં વિલંબ થયો છે. રાજ્ય સરકારે આ અગ્નિકાંડની તપાસ જસ્ટિસ કે એ પૂજની અધ્યક્ષતા વાળી કમિટીને સોંપી છે ત્યારે આજે કમિટીના સભ્યો હોસ્પિટલનું નિરીક્ષણ કરવા આવવાના હતા અને ઘટના સ્થળે તાગ મેળવવાના હતા. તપાસ કમિટી આવવાની હોવાથી પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. પણ તપાસ કમિટી આજે પણ ઘટના સ્થળની મુલાકાતે પહોંચી ન હતી.



સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કમિટીના અધ્યક્ષ જસ્ટિસ કે એ પુજની તબિયત નાદુરસ્ત હોવાથી છેલ્લી ઘડીએ આ મુલાકાત રદ્દ કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ ભારે હોબાળો થયો હતો અને ત્યારબાદ રાજ્ય સરકારે એક તપાસ કમિટી રચવાનો નિર્ણય કર્યો હતો.

Tags:    

Similar News