આપ નેતા મહેશ સવાણીની તબિયત લથડી, SVP હોસ્પિટલમાં કરાયા દાખલ

રાજ્યમાં પેપર લીક કાંડમાં વિરોધ કરતા આપ નેતા મહેશ સવાણીની તબિયત લથડી છે.

Update: 2021-12-27 16:47 GMT

રાજ્યમાં પેપર લીક કાંડમાં વિરોધ કરતા આપ નેતા મહેશ સવાણીની તબિયત લથડી છે. આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીની તબિયત લથડતા SVP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. AAP નેતાઓની ધરપકડના વિરોધમાં મહેશ સવાણી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. મહેશ સવાણીને 108 એમ્બ્યુલન્સમાં SVP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આપ નેતા મહેશ સવાણીનું સુગર ઘટી જતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 108 મારફતે મહેશ સવાણીને SVP હોસ્પિટલ ખસેડાયા હતા. હેડ ક્લાર્ક પેપર લીકકાંડના વિરોધમાં મહેશ સવાણી ઉપવાસ કરી રહ્યા છે. અસિત વોરાના રાજીનામાની માંગણી સાથે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે.

Tags:    

Similar News