અમદાવાદ: આજથી 2 દિવસીય અર્બન રાષ્ટ્રીય કોન્ક્લેવનો પ્રારંભ

અર્બન પ્લાનિંગ મુદ્દે આજથી અમદાવાદમાં બે દિવસીય અર્બન પ્લાનિંગ મુદ્દે રાષ્ટ્રીય કોન્કલેવ યોજાશે. જેમાં અલગ-અલગ શહેરના મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહેશે.

Update: 2022-07-29 04:51 GMT

અર્બન પ્લાનિંગ મુદ્દે આજથી અમદાવાદમાં બે દિવસીય અર્બન પ્લાનિંગ મુદ્દે રાષ્ટ્રીય કોન્કલેવ યોજાશે. જેમાં અલગ-અલગ શહેરના મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહેશે. ગુજરાતના ટાઉન પ્લાનિંગની શરૂઆત કરવામાં આવશે. અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાશે.આ કોન્કલેવમાં ટી.પી.સ્કીમ ની પ્રક્રિયા સરળ બનાવવા ઉપરાંત લોકલ એરિયા પ્લાન ઉપર પણ ચર્ચા કરવામાં આવશે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા બે દિવસના રાષ્ટ્રીય અર્બન પ્લાનિંગ વિષય અને શહેરોના થતા વિકાસમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોના જીવનને વધુ હેલ્ધી બનાવવાની જરૂર છે. તેના પર ચર્ચા કરવામાં આવશે વધુ માં જણાવી દઇએ કે, 'એ માટે તારીખ 29 અને 30 જુલાઈના રોજ અર્બન પ્લાનિંગ નિષ્ણાતોને સાથે લઈ અર્બન ડિઝાઈનમાં ફેરફાર કરી કઈ રીતે લોકોને માટે લિવેબલ સિટી બનાવી શકાય એ બાબતે ચર્ચા કરશે. લોકલ એરિયા ઉપર પ્લાન કરવામાં આવે તો અમદાવાદમાં સી.જી.રોડની જેમ ઘણાં સી.જી.રોડ બનાવી શકાય એમ છે. એ માટે સારા અર્બન પ્લાનર હોવા જરુરી છે. લોકો ચાલી શકે એ માટે ફૂટપાથ ખુલ્લી રહેવી જોઈએ. એ માટે પોલીસ દ્વારા પણ ટ્રાફિક મેનેજમેન્ટની દિશામાં કામ થાય એ જરુરી છે 2 દિવસ દરમ્યાન અલગ અલગ વિષયો પર સેમિનાર પણ યોજાશે 

Tags:    

Similar News