અમદાવાદ: 4 દિવસ રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન, નેશનલ ગેમ્સના આયોજનના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 36મી નેશનલ ગેમ્સ 2022ના પુરોગામી કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2022-09-16 06:26 GMT

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 36મી નેશનલ ગેમ્સ 2022ના પુરોગામી કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ કાર્નિવલ તારીખ 15થી 18 સુધી રોજ સાંજે 5થી 8.30 સુધી રિવરફ્રન્ટ ખાતે યોજાશે.આ સ્પોર્ટ્સ કાર્નિવલ દરમિયાન રોપ યોગા પરફોર્મન્સ, જિમ્નાસ્ટિક્સ, સેમી જિમ્નાસ્ટિક્સ પરફોર્મન્સ, માર્શલ આર્ટ્સ પર્ફોર્મન્સ, સ્વોર્ડ પર્ફોર્મન્સ ઝુમ્બા અને એરોબિક્સ, ફૂટબોલ સ્કીટ એક્ટ હિપહોપ પર્ફોર્મન્સ, યોગા ટ્રેડિશનલ ડાન્સ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

તો આ સાથે જ મુલાકાતીઓના મનોરંજન માટે સ્પોર્ટ્સ થીમ આધારિત મલ્ટીમીડિયા શો, લાઈવ મ્યુઝીકલ પરફોર્મન્સ, મ્યુઝિકલ સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ, ફ્યુઝન ડાન્સ, અમદાવાદ સ્પેશિયલ સોંગ ડાન્સ, કલ્ચરલ પર્ફોર્મન્સ, રોક બેન્ડ પર્ફોર્મન્સ જેવા વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન આવેલ છે. સ્પોર્ટ્સ કાર્નિવલ દરમિયાન ફૂડ ફેસ્ટિવલ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વિવિધ નામાંકિત કંપનીઓના ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નેશનલ ગેમ્સ મેસ્કોટ, સેલ્ફી પોઇન્ટ, લાઇવ કેરેક્ટર્સ પણ નાના બાળકો તેમજ તમામ વયના લોકોને મનોરંજન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે

Tags:    

Similar News