અમદાવાદ : US સિટીઝન સાથે લોનના નામે ઠગાઈ કરતું કોલ સેન્ટર ઝડપાયું, 2 શખ્સોની ધરપકડ...

સાઇબર ક્રાઇમે જુહાપુરા વિસ્તારની અહદ રેસીડેન્સીમાંથી કોલ સેન્ટર પર રેડ કરીને યુએસના નાગરિકો સાથે લોનના નામે ઠગાઈ કરતા 2 શખ્સોની ધરપકડ કરી છે.

Update: 2022-09-10 12:08 GMT

અમદાવાદ સાઇબર ક્રાઇમે જુહાપુરા વિસ્તારની અહદ રેસીડેન્સીમાંથી કોલ સેન્ટર પર રેડ કરીને યુએસના નાગરિકો સાથે લોનના નામે ઠગાઈ કરતા 2 શખ્સોની ધરપકડ કરી છે.

અમદાવાદ સાયબર સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે, જુહાપુરાની અહદ રેસિડન્સીમાં ગુરૂવારે બપોરે રેડ કરતાં કોલ સેન્ટર ચાલતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મકાનમાં હાજર ઝહીર અબ્બાસ નજીર હુસેન શેખ અને સમીર બેગ રસીદ બેગ મોગલની પૂછપરછ શરૂ કરી હતી, જ્યાં મોબાઈલ ફોન સહિતની વસ્તુઓની તપાસ કરી હતી. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ, આરોપીઓ અમેરીકન નાગરીકોના ડેટા મેળવી ઝૂમ એપની મદદથી USના નંબરથી કોલ કરતા હતા. વન મેન ફાઈનાન્સ કંપનીમાંથી કસ્ટમરને લોન આપવાનું કહી આરોપીઓ જણાવતા હતા કે, તમારા ખાતામાં લોનના પૈસા ડિપોઝિટ થતા નથી. તમારો ક્રેડીટ સ્કોર ઓછો છે

જેના કારણે આમ થતું હોવાથી તમારે અમારી કંપની સાથે મ્યુચ્યુઅલ ટ્રાન્ઝેકશન કરવું પડશે. ટ્રાન્ઝેકશન થવાથી તમારા ખાતામાં લોનની રકમ જમા થશે, તેની સાથે તમારો ક્રેડીટ સ્કોર 700 ઉપર થઈ જશે, તેવી ગ્રાહકોને ખાતરી આપતા હતા. આ મ્યુચ્યુઅલ ટ્રાન્ઝેકશન કરશો, તો જ લોનની રકમ મળશે તેમ કહી આરોપી કસ્ટમર પાસે વોલમાર્ટ, ઈ-બે કાર્ડ કે, ગુગલ પ્લે વાઉચર લેવડાવતા અને છેતરપિંડી આચરતા હતા. પોલીસને આરોપીના મોબાઈલ ફોનમાંથી પેમેન્ટ વાઉચરના ટ્રાન્ઝેકશન, સોશિયલ મીડિયા ચેટ તેમજ બનાવટી લોન એપ્રુવલ લેટર મળ્યા હતા. સમીર બેગ અને ઝહીર અબ્બાસ બન્ને વિદેશી નાગરિકો સાથે સેમ અને રોઝર નામથી કોલ કરી વાત કરતા હતા, ત્યારે હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News