અમદાવાદ : જીતુ વાઘાણીને આમ આદમી પાર્ટીનું આમંત્રણ, આવો દીલ્હી જુઓ અમારી શાળાઓ

દીલ્હી અને ગુજરાત સરકાર વચ્ચે ઘમાસાણ આમ આદમી પાર્ટીએ જીતુ વાઘાણી સામે ખોલ્યો મોરચો શાળાઓ અંગે ભાજપ અને આપ વચ્ચે જંગ

Update: 2022-03-26 13:37 GMT

રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પર વાક હુમલાઓને આમ આદમી પાર્ટીએ તેજ બનાવ્યાં છે. આમ આદમી પાર્ટીએ જીતુ વાઘાણીને દીલ્હીની સરકારી શાળાઓની મુલાકાત લેવા પડકાર ફેકયો છે. શિક્ષણના મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટ્વીટર વોર શરૂ થયું છે. દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીને ડિબેટ માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે.. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના નિવેદન અંગે ગોપાલ ઇટાલીયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે,

જીતુ વાઘાણી શિક્ષણની વાત આવે તો ચર્ચાથી દુર ભાગે છે. રાજ્ય સરકાર અને તેમના મંત્રીઓને દિલ્લીના શિક્ષણના મોડલને જોવા માટે આમ આદમી પાર્ટીએ આમંત્રણ આપ્યું છે. ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર હિન્દૂ, મુસ્લિમ, પાકિસ્તાનની આવે તો ઉછળીને વાતો કરે છે. જે બાબતો વિવાદિત છે તેને સૌ જાણે તે જરૂરી છે. છેવાડાના લોકો ઇતિહાસ જાણી શકે તે માટે કજરીવાલે કહ્યુ છે ફીલ્મને યુ ટયુબ પર મુકો.. આમાં વિરોધ કરવાની ક્યાં જરૂર છે. ફિલ્મને કરમુક્ત કરી છે તો શિક્ષણ, ટોલ નાકા, દવાખાના ફ્રી કરો જેથી સામાન્ય જનતાને ફાયદો થાય.

Tags:    

Similar News