અમદાવાદ:AMCની નવી પહેલ,ઘરે બેઠા પ્રોપર્ટી ટેક્સના બીલ ડાઉનલોડ કરી શકાશે

નાગરિકો ઘરે બેઠા પ્રોપર્ટી ટેક્સ બિલ ડાઉનલોડ કરી શકે અને તુરંત જ ટેક્સ ઓનલાઇન ભરી શકે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા WHATSAPP CHAT BOT ની સુવિધા શરૂ કરવામાં આવી છે.

Update: 2023-02-06 10:16 GMT

અમદાવાદ નાગરિકો ઘરે બેઠા પ્રોપર્ટી ટેક્સ બિલ ડાઉનલોડ કરી શકે અને તુરંત જ ટેક્સ ઓનલાઇન ભરી શકે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા WHATSAPP CHAT BOT ની સુવિધા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CCRS વોટ્સએપ નંબર 75678 55303 ઉપર ચેટ દ્વારા પ્રોપર્ટી ટેક્સ વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે. અમદાવાદના નાગરિકોની સગવડતા અને સરળતા ખાતર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. નાગરિકો તેમના તમામ પેમેન્ટ મોબાઈલ પર ઓનલાઇન કરતા હોય છે. જે ધ્યાને લેતા હવે WHATSAPP CHAT BOT ની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં કોર્પોરેશન વોટ્સએપ નંબર પર ટેક્સ ધારક તેને પ્રોપર્ટી ટેક્સ બિલ ડાઉનલોડ કરી ઓનલાઇન પેમેન્ટ કરી શકે તેવી સર્વિસ ચાલુ કરવામાં આવી છે. આ સર્વિસ મેળવવા કોઇ પણ નાગરિક તમામ કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સના ટેનામેન્ટ નંબર સાથે તેમના મોબાઇલ નંબર LINK કરવા જણાવવામાં આવે છે. જેથી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ સેવાઓ તેમના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેળવી શકશે.હાલમાં પ્રોપર્ટી ટેક્ષ ખાતાના DIGITAL GOVERNANCE INITIATIVE અંતર્ગત પ્રોપર્ટી ટેક્સની તમામ અરજીઓ ઓનલાઇન મારફતે ઇનવર્ડ થાય છે તેમજ નિકાલ થાય છે. 

Tags:    

Similar News