અમદાવાદ: આશારામના પૂર્વ સાધક પર થયેલ ફાયરિંગ કેસ, 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

વર્ષ 2009માં રાજૂ ચાંડક પર થયું હતું ફાયરિંગ, આશારામનો પૂર્વ સાધક છે રાજૂ ચાંડક.

Update: 2021-09-04 07:35 GMT

અમદાવાદમાં વર્ષ 2009માં આશારામના પુર્વ સાધક રાજુ ચાંડક પર થયેલ ફાયરીંગ મામલે 12 વર્ષથી વોન્ટેડ સંજય ઉર્ફે સજજુની નાસિકથી ધરપકડ કરવામાં આવી છે.ફાયરિંગ માટે હથિયાર અને મોટર સાયકલની વ્યવસ્થા સજજુએ કરી આપી હતી.

પોલીસ ગિરફતમાં આવેલા સંજય ઉર્ફે સજજુ છેલ્લાં 12 વર્ષથી ફરાર હતો.પરતુ ફરાર થઈ ને પણ આશારામના અલગ અલગ આશ્રમમાં છુપાઈ આશરો મેળવી રહ્યો હતો.ક્રાઇમ બ્રાંચને માહીતી મળી હતી કે નાસિકના આશ્રમમાં રોકાયો છે જેનાં આધારે વોચ ગોઠવી સંજયને પકડી લેવામા આવ્યો હતો.આ ગુનામાં આગાઉ કાર્તિક હલદરની પણ વર્ષ 2016માં ધરપકડ કરવામાં આવી હતી.

ધટનાની વાત કરીયે તો વર્ષ 2008માં આશારામ આશ્રમમાંથી બે બાળકોના ગુમ થયાં બાદ મોત મામલે ડી.કે. ત્રિવેદી પંચની નિમણૂક કરવામાં આવી હતી.જેમાં રાજુ ચાંડક નિવેદન આપવા ગયો હતો અને મીડિયામાં આશ્રમ વિરૂદ્ધ નિવેદન આપી રહ્યો હટો તે મામલે અદાવત રાખી સંજય અને કાર્તિકે રેકી કરી સાબરમતી વિસ્તારમાં રાજુ ચાંડક પર 3 રાઉન્ડ ફાયરીંગ કરેલ જેમાં મોટર સાયકલ અને હથિયાર વ્યવસ્થા સંજયે કરી છે સાથે જ ફાયરીંગ કર્યું હતુ.

ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપી સંજય આશારામના અલગ અલગ આશ્રમ નાસિક,ધુલિયા,ભોપાલ,માલેગાવ અને સુરત રહી આશ્રમ સંચાલન કરતો હતો.જો કે છેલ્લાં ધણા સમયથી સંજય નાસિક આશ્રમ સંચાલન કરતો હતો.તપાસમાં જોધપુર જેલમાં આશારામ સાથે મુલાકાતે જતો હોવાનું સામે આવ્યુ છે પણ છેલ્લાં બે વર્ષ મળ્યા નથી ત્યારે આ કેસમાં અન્ય એક આરોપી પઁકજ ઉર્ફે અર્જુન સિંધીની ધરપકડના પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

Tags:    

Similar News