અમદાવાદ : કોલ સેન્ટરના માધ્યમથી અમેરિકનો સાથે ઠગાઇનું કૌભાંડ, સાળો- બનેવી પોલીસ સકંજામાં

સાયબર ક્રાઇમે બોગસ કોલ સેન્ટર ઝડપી પાડયું છે. આ ઘટનામાં આરોપીઓની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી

Update: 2021-08-22 06:49 GMT

વાત અમદાવાદની કે જયાં સાયબર ક્રાઇમે બોગસ કોલ સેન્ટર ઝડપી પાડયું છે. આ ઘટનામાં આરોપીઓની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. કોલ સેન્ટરમાં અગાઉ જયાં 20થી વધારે લોકોનો સ્ટાફ રાખવામાં આવતો હતો ત્યાં હવે માત્ર બે કે ચાર લોકોને રાખવામાં આવે છે.

અમદાવાદ સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આ સાળા- બનેવીની જોડીએ સંખ્યાબંધ અમેરિકન નાગરિકોને ચુનો ચોપડ્યો છે.આ બંને ચીટર શહેરના મોટેરા વિસ્તારમાં બોગસ કોલ સેન્ટર ચલાવી લોન કંપનીના કર્મચારી હોવાનું કહી ગિફ્ટ કાર્ડની લાલચ આપતાં હતાં. ગિફ્ટ કાર્ડ ના બદલામાં રોકડેથી વ્યવહાર કરવાનું કહી લોકો પાસે પૈસા પડાવતા હોવાનું સામે આવ્યંક છે...ગૌરાંગ રાઠોડ અને અમનદીપ ભાટિયા નામના બને આરોપીઓ છ મહિનાથી ઘરમાં જ બેસીને આ કોલ સેન્ટર ચલાવતા હતાં. ઘણા સમયથી તેઓ આ પ્રવૃત્તિ બંધ કરી દીધી હતી પણ ફરી એક વાર નાણાકીય અછત વર્તાતા તેઓએ ફરી કોલ સેન્ટર શરૂ કર્યું પણ આ વખતે પોલીસથી બચી શકયાં ન હતાં.

હવે વાત કરીએ બોગસ કોલ્સ સેન્ટર ચલાવનાર આરોપીઓની.તાજેતરમાં રખિયાલ, સરખેજ અને સાયબર ક્રાઇમ દ્વારા જેટલા પણ કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યાં તેમાં તમામ કેસોમાં બે કે ચાર આરોપીઓ જ પોલીસને હાથ લાગ્યાં છે. જેથી પોલીસ પણ માની રહી છે કે હવે આરોપીઓમાં પોલીસનો ડર બેઠો છે અને બાતમી આપી દેવાના ડરથી ભાડે ઓફિસ રાખવાના બદલે પોતાના જ ઘરમાં કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.પોતાની જગ્યાની સાથે સાથે સબંધીઓ કે પોતાના જ અંગત મિત્રો ને સાથે રાખી ભેજાબાજો બોગસ કોલ્સ સેન્ટર ચલાવી રહ્યા હોવાનું પોલીસ પણ સ્વીકારે છે...

Tags:    

Similar News