અમદાવાદ : ચિરિપાલ ગ્રુપ પર IT રેડનો મામલો, વધુ રૂ. 5 કરોડની જ્વેલરી મળી આવી...

અમદાવાદમાં આવકવેરા વિભાગે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, અને ચિરિપાલ ગ્રુપ પર દરોડા પાડ્યા હતા.

Update: 2022-09-01 06:24 GMT

અમદાવાદમાં આવકવેરા વિભાગે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, અને ચિરિપાલ ગ્રુપ પર દરોડા પાડ્યા હતા. જેમાં કુલ 35થી 40 જગ્યા પર દરોડા પાડીને IT વિભાગે તપાસ હાથ ધરી હતી. આ મેગા સર્ચ-ઓપરેશનમાં કુલ 150 અધિકારી કામગીરીમાં જોડાયા હતા, ત્યારે હવે આ તપાસમાં વધુ રૂપિયા 5 કરોડની જ્વેલરી મળી આવી છે. જેથી કુલ જ્વેલરીનો આંક વધીને રૂપિયા 50 કરોડને પાર થઇ ગયો છે.અમદાવાદ : ચિરિપાલ ગ્રુપ પર IT રેડનો મામલો, વધુ રૂ. 5 કરોડની જ્વેલરી મળી આવી...

આ સાથે રૂ. 800 કરોડના બેનામી વ્યવહાર પણ મળી આવ્યા છે. રેડ દરમિયાન ઇન્કમટેક્સ વિભાગે કુલ 39 લોકર જપ્ત કર્યા હતા. જેમાંથી 38 લોકરની તપાસ પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે એક લોકરની તપાસ હજુ પણ બાકી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આ ગ્રુપ અનેકવાર ચર્ચામાં આવ્યું છે. થોડા મહિના પહેલાં જ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા યોગીરાજ એસ્ટેટમાંથી ખેતીવાડી માટે વાપરવામાં આવતો સબસીડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો દાણીલીમડા પોલીસે ઝડપી પાડ્યો હતો. આ કેસમાં આરોપી અન્ય આરોપીઓ સાથે મળીને અમદાવાદ ફેક્ટરી અને ચિરિપાલ ગ્રૂપની વિશાલ ફેબ્રિક્સ નામની કંપનીમાં પોતાના નામની કંપની થેલીમાં યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરતા હતા. IT વિભાગના દરોડામાં ચિરીપાલ ગ્રુપના કુલ રૂપિયા 1 હજાર કરોડના બિનહિસાબી વહેવારો ઝડપાયા હતા. આ દરોડામાં 24 કરોડની બિનહિસાબી રોકડ મળી આવી હતી, અને દરોડામાં કુલ રૂપિયા 20 કરોડના દાગીના મળી આવ્યા હતા.

Tags:    

Similar News