અમદાવાદ : મંત્રીઓને મહિને 1.46 લાખ રૂપિયા અને ધારાસભ્યોને 1.28 લાખ રૂપિયા પગાર ચુકવાશે

સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પગાર વધશે, મોંઘવારી ભથ્થાની જાહેરાત બાદ પગારમાં થયો વધારો.

Update: 2021-09-07 12:34 GMT

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો વચ્ચે ગરીબ અને મધ્યમવર્ગ પીસાઇ રહયો છે પણ મંત્રીઓ અને ધારાસભ્યોને જલસા થઇ ગયાં છે. ગુજરાતમાં હવે મંત્રીઓને મહિને 1.46 લાખ રૂપિયા અને ધારાસભ્યોને મહિને 1.28 લાખ રૂપિયા પગાર મળશે.

કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ ડીઝલના ભાવ પણ સતત વધી રહયા છે આવી સ્થિતિ વચ્ચે રાજ્યના ધારાસભ્યોના પગારમાં તોતિંગ વધારો થયો છે . રાજ્યના ધારાસભ્યનો હાલનો પગાર 1.16 લાખ રૂપિયા છે, જે ઓક્ટોબરમાં 11 ટકા એટલે કે 12,760ના વધારા સાથે 1.28 લાખ રૂપિયા થશે. જ્યારે મંત્રીઓના પગાર ની વાત કરીએ તો, હાલ મળી રહેલા 1.32 લાખ રૂપિયામાં 11 ટકા એટલે કે 14,520ના વધારા બાદ હવે 1.46 લાખ રૂપિયાની આસપાસ પગાર મળશે.

આમ જનતા ભલે મોંઘવારીમાં પીસાઈ રહી હોય પણ મંત્રીઓ અને ધારાસભ્યોને બખ્ખા થઇ ગયા છે. 2018માં સરકારે મુખ્યમંત્રી, મંત્રીઓ, તમામ ધારાસભ્યોના પગારમાં 65 ટકાનો તગડો વધારો કર્યો હતો. એક તરફ પ્રજા મોંઘવારી વચ્ચે પિસાઇ રહી છે અને વેરા ભરીને બેવડ વળી ગઇ છે પણ નેતાઓ તેમના ખિસ્સા ભરવામાં જ મશગુલ હોય તેમ લાગી રહયું છે.

Tags:    

Similar News