અમદાવાદમાં બનશે "નમો વન", પી.એમ.મોદીને જન્મ દિવસ નિમિત્તે ભેટ

Update: 2021-09-17 10:01 GMT

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડા પ્રધાન નરેન્દ્રમોદીના 71માં જન્મદિવસે સમ્રગ ગુજરાતમાં રામજી મંદિરમાં મહાઆરતી તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજોશે. ત્યારે અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્નારા અમદાવાદનાં મધ્યમાં "નમો વન" બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે.


આ વન અમદાવાદનું સૌથી મોટું વન હશે. અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્નારા મખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં અમદાવાદના મધ્યે એટલે કે બાપુનગરમાં આવેલા લાલબહાદુર સ્ટેડિયમ ખાતે 71 હજાર વૃક્ષો વાવી અમદાવાદનુ સૌથી મોટુ "નમો વન" બનાવવામાં આવશે.

આ વનમાં 71 પ્રકારના વૃક્ષો મિયાવાકી પદ્ધતિtથી વાવવામાં આવશે.આમ એક સ્થળે 71 હજાર વૃક્ષો વાવવાનો દેશમાં પ્રથમ બનાવ હશે.બીજી તરફ અમદાવાદમાં કુલ 15 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સાથે એક જ અઠવાડિયામાં કુલ 1.25 લાખ વૃક્ષો વાવવામાં આવશે.

Tags:    

Similar News