અમદાવાદ: યુવાનોને ડ્રગ્સના દૂષણથી બચાવવા પોલીસનો નવતર અભિગમ,જુઓ શું કરાય રહ્યું છે આયોજન

યુવાનો કુટેવોથી દૂર રહેશે તો પોઝિટિવ થ્રીલ મળશે આ વિચાર હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા એન્ટી ડ્રગ માટે અવેરનેસ માટે અભિયાન યોજવામાં આવશે

Update: 2022-06-18 10:58 GMT

અમદાવાદમાં યુવાનો કુટેવોથી દૂર રહેશે તો પોઝિટિવ થ્રીલ મળશે આ વિચાર હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા એન્ટી ડ્રગ માટે અવેરનેસ માટે અભિયાન યોજવામાં આવશે

ડ્રગ્સના દૂષણ સામે અમદાવાદ પોલીસનું થ્રીલ એડિક્ટ યોજાવા જઇ રહ્યું છે 18 માળની બિલ્ડિંગ પરથી ચેતક કમાન્ડોના દિલધડક કરતબ યુવાનો માટે મ્યુઝીકલ પાર્ટીનું આયોજન કરાયુ છે રાજ્યમાં શહેરીકરણ વધવાની સાથે સાથે યુવાનો દ્વારા નશીલા માદક દ્રવ્યોના સેવન કરવાના પ્રમાણમાં પણ માતબર વધારો થયો છે. યુવાનો જે રીતે ડ્રગ્સના રવાડે ચઢી રહ્યાં છે તેવા સંજોગોમાં આ દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ અને અન્ય એજન્સીઓ પણ આ બદીને રોકવા માટે સક્રિય બની ગઈ છે તેમ છતાં પણ ગુજરાતમાં આ દૂષણ રોકાવાનું નામ જ નથી લેતું ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ડ્રગ એડિક્ટ સામે થ્રીલ એડિક્ટ યોજવામાં આવશે.ડ્રગ અવેરનેસ માટે આયોજીત આ કાર્યક્રમ રવિવારે સાંજે 6 વાગ્યે સિંધુ ભવન રોડ સ્થિત સ્કાય લાઈન ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા યુવાનો પણ જો દિલધડક રેપલિંગ કરી અને થ્રીલની મજા લેવા માગતા હશે તો તેમણે પણ યોગ્ય તકેદારી સાથે 18 માળની બિલ્ડીંગ પૈકી નીચેના છઠ્ઠા માળ ખાતેથી રેપલિંગ કરાવવા માટેની તૈયારી પણ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે.ગુજરાતમાં સૌ પ્રથમ વખત અમદાવાદ પોલીસ ડ્રગ્સ એડિક્શન સામે થ્રીલ એડિક્ટ અભિગમ અપનાવી રહી છે ત્યારે પ્રથમ વખત આ પ્રયોગ અંતર્ગત મળેલા પ્રતિસાદ બાદ બીજી વખત પણ અમદાવાદ પોલીસ ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત પ્રયોગ કરશે. બીજી વખતના પ્રયોગમાં હેલિકોપ્ટરના માધ્યમથી કરતબ બતાવવાની વિચારણા અમદાવાદ પોલીસ કરી રહી છે

Tags:    

Similar News