અમદાવાદ : હવે, 125 હોસ્પિટલમાં કેશ લેશ સુવિધા બંધ કરાશે, દર્દીઓને પડશે હાલાકી...

જો આપે સરકારી કંપનીની મેડિકલ હેલ્થ વીમા પોલિસી લીધી છે. તો આ સમાચાર આપના માટે મહત્વના છે.

Update: 2021-12-24 10:47 GMT

જો આપે સરકારી કંપનીની મેડિકલ હેલ્થ વીમા પોલિસી લીધી છે. તો આ સમાચાર આપના માટે મહત્વના છે. કારણ કે, આગામી તા. 15 જાન્યુઆરી 2022થી 125 જેટલી ખાનગી હોસ્પિટલ કેશ લેશ સુવિધા બંધ કરી રહી છે. જેના કારણે 80 ટકા દર્દીઓને મુશ્કેલીઓ સર્જાશે તે નક્કી છે.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન અને સરકારી વીમા કંપનીઓ આમને સામને છે જેની સીધી અસર દર્દીઓને થશે. ધી ન્યુ ઇન્ડિયા એસયોરન્સ, ધી ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ, નેશનલ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા આ 4 સરકારી વીમા કંપનીઓ અને ખાનગી હોસ્પિટલ એસોસિએશન આમને સામને આવ્યા છે. સરકારી વીમા કંપનીઓના એગ્રીમેન્ટ રિન્યુઅલ કરવામાં ધંધિયા કરતી હોવાનો તેમજ કંપની દ્વારા ક્લેમના નાણાં સમયસર ચુકવવામાં નહીં આવતા હોવાનો આક્ષેપ AHNA દ્વારા કરવામાં આવ્યો છે.

AHNAના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, સરકારી વીમા કંપનીનો અણઘડ વહીવટ આ તમામ સમસ્યા માટે મુખ્ય કારણભૂત છે. કંપનીઓ દ્વારા ક્લેમના નાણા સમયસર ચુકવવામાં નહિ આવતા ઇન્સ્યોરન્સ લીધેલા દર્દીઓને 8થી 10 કલાક ડિસ્ચાર્જમાં રાહ જોવી પડે છે. સરકારી વીમા કંપની છેલ્લા 5 વર્ષથી ચાર્જનું રિવિઝન કરેલ નથી. જેની સામે વીમા કંપનીઓ પાંચ વર્ષમાં કંપનીઓના પ્રીમિયમ 2થી 3 ગણા વધી ગયા છે. સરકારી વીમા કંપનીઓ દ્વારા નિયુક્ત કરેલ થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર દર્દીઓ અને હોસ્પિટલમાં દર્દીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. છેલ્લા 2 વર્ષથી AHNA દ્વારા વીમા કંપનીઓને રજુઆત કરવામાં આવે છે. પણ આ રજુઆત કંપનીઓએ કાને ધરી નથી. જેના કારણે આગામી તા. 15 જાન્યુઆરીથી સરકારી વીમા કંપનીઓના વીમા ધારકો માટે કેશ લેશ સુવિધા બંધ કરાશે. 125થી વધુ ખાનગી હોસ્પિટલમાં કેશ લેશ સુવિધા બંધ થશે. જોકે, 80% વીમાધારક દર્દીઓને સરકારી વીમા કંપનીના મેડિકલ ઈન્સ્યોરન્સ લીધા હોઈ તેમને તકલીફ પડી શકે તેમ છે.

Tags:    

Similar News