અમદાવાદ : ફેસબુક પર એક ક્લિક કર્યું અને થઈ ગઈ રૂ. 18 લાખ છેતરપિંડી..!

એક વ્યક્તિએ ફેસબુક પર એક જાહેરાત જોઇ હતી. જેમાં વીડિયો લાઇક અને કર્યા બાદ નાણા મળશે તેવી જાહેરાત આપી હતી.

Update: 2023-03-15 11:11 GMT

એક વ્યક્તિએ ફેસબુક પર એક જાહેરાત જોઇ હતી. જેમાં વીડિયો લાઇક અને કર્યા બાદ નાણા મળશે તેવી જાહેરાત આપી હતી. બાદમાં અલગ અલગ ફીના નામે ટોળકીએ મહિલા પાસેથી પૈસા પડાવી લીધા હતા. થોડા જ સમયમાં આરોપીઓએ 18 લાખ રૂપિયા પડાવી લઇ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બોપલ ઘુમા રોડ પર આવેલા સિદ્દીદત્ત બંગલોમાં રહેતા સીમરન ગઢવી તેમના પરિવાર સાથે રહે છે. તેઓએ થોડા સમય પહેલા ફેસબુકમાં એક જાહેરાત જોઇ હતી. જેમાં કંપનીનું નામ લખી ટ્યુબમાં વીડિયો લાઇક અને તમને આપવામા આવેલા ટાર્ગેટ પૂરો કરશો તો કંપની તરફથી તમોને પૈસા મળશે તેવું લખાણ હતું. જે જાહેરાત પર તેઓએ ક્લીક કરતા બાદમાં તેઓને વોટ્સએપ મેસેજ આવ્યો હતો. બાદમાં ટેલિગ્રામ એપ ડાઉનલોડ કરાવી તેમાં રહેલા એક ગ્રુપમાં તેઓને એડ કર્યા હતા. જે ગ્રુપમાં આવતા વીડિયો તેઓ લાઇક અને સાઇબર ક્રાઇમ કરતા હતા. બાદમાં જે તે ઠગ વ્યક્તિ દ્વારા તમને પેમેન્ટ કેવી રીતે આપીએ તેવું પૂછતા ફરિયાદીએ ગુગલ પે કરવાનું કહી તમામ માહિતી આપી હતી. બાદમાં આ ટોળકીએ ફરિયાદીને તમે ક્વોલિફાઇ થઇ ગયા છો, તમને હવે એકવીસ ટાસ્ક આપીએ છીએ. તેમ કહીને રજીસ્ટ્રેશનના નામે 100, 500 એમ કરી વિસેક હજાર પડાવ્યા હતા. ટાસ્ક પૂરો થયા બાદ બીજો ટાસ્ક આપી વધુ રકમ ભરાવડાવી હતી. બાદમાં ગઠિયાઓએ ખોટો ટાસ્ક પસંદ થઇ ગયો છે પેનલ્ટી લાગશે તેમ કહી વધુ નાણા પડાવ્યા હતા. બાદમાં તમારા એકાઉન્ટમાં રકમ જમા કરાવવાની હોવાથી ટેક્સના રૂપિયા ભરવા પડશે તેમ કહી ફરી વધુ નાણા પડાવી લીધા હતા.

Tags:    

Similar News