અમદાવાદ: ઓનલાઇન ડ્રેસ મંગાવ્યા અને ડ્રેસ પડ્યો ૯૮ હજારમાં, વાંચો શું છે સમગ્ર મામલો

હાલ ઓનલાઈન વસ્તુઓ મંગાવવા નો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો ગ્રોસરી થી લઈને મોટી મોટી વસ્તુઓ પણ હવે ઓનલાઇન મંગાવતા થયા છે.

Update: 2023-04-14 05:53 GMT

હાલ ઓનલાઈન વસ્તુઓ મંગાવવા નો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો ગ્રોસરી થી લઈને મોટી મોટી વસ્તુઓ પણ હવે ઓનલાઇન મંગાવતા થયા છે. ત્યારે ઓનલાઇન સુરતથી ડ્રેસ મંગાવો યુવતીને ભારે પડ્યો છે. ડ્રેસનું પાર્સલ ન આવતા યુવતીએ ગુગલ પર સર્ચ કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરતા ગઠિયાએ લીંક મોકલી અને વિગતો ભરીને 5 રૂપિયા ભરી ફોર્મ સબમિટ કરવા માટે કહ્યું. બાદમાં યુવતીના બેંક એકાઉન્ટમાંથી એક પછી એક એમ ચાર ટ્રાન્જેક્શન થી રૂપિયા 98 હજાર ઉપડી ગયાં.શહેરમાં શાહપુરમાં રહેતી એક યુવતી ઓનલાઇન સુરતથી ડ્રેસ મંગાવ્યો હતો. જેનું પાર્સલ આવ્યું ના હોવાથી યુવતીએ ગુગલ પર બ્લુ ડાર્ટ નો હેલ્પલાઇન નંબર સર્ચ કરીને તેના પર ફોન કર્યો હતો. જેમાં ફરિયાદી ને યુવતીએ જણાવ્યું હતું કે, તમારું પાર્સલ અમારી પાસે આવી ગયેલ છે. પરંતુ તેના માટે ઓનલાઇન પાંચ રૂપિયા ભરવા પડશે. તેમ કહીને એક વોટ્સઅપ પર એક લીંક મોકલી આપી હતી. જે લીંક માં વિગતો ભરીને 5 રૂપિયા ભરીને સબમીટ કરી આપવા જણાવ્યું હતું. જે લીંક પર ક્લિક કરીને યુવતીએ તેનું નામ, બેંકનું નામ અને રૂપિયા ભરવાની કોલમ માં 5 રૂપિયા લખી યુ પી આઇ પીન નંબર નાખી ને સબમીટ કરતાં તેના ખાતા માંથી બે કલાક પછી 5 રૂપિયા કપાઈ ગયા હતા. બાદમાં તેના મોબાઇલમા પ્રથમ 20 હજાર, બીજું 20 હજાર, ત્રીજુ 50 હજાર અને ચોથુ 8 હજાર એમ ચાર ટ્રાન્જેક્શન કરીને કુલ 98 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. જે અંગેની યુવતીએ પોલીસને જાણ કરતાં પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઇમને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયબર ક્રાઇમ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યાં છે. છતાં લોકોની એક ભુલ તેમને નુકસાન પહોંચાડે છે.

Tags:    

Similar News