અમદાવાદ : ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે પકડી દારૂ ભરેલી ટ્રક, માછલીની આડમાં લવાયો હતો રૂ. 25 લાખનો દારૂ…

માછલીની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવતા અધધધ 300થી વધુ દારૂની પેટી જપ્ત કરવામાં આવી છે

Update: 2022-10-30 13:05 GMT

અમદાવાદ PCBએ નરોડા રીંગ રોડ પરથી ટ્રકમાં માછલીની આડમાં દારૂનો જથ્થો લાવતા હોવાની બાતમીના આધારે ટ્રક પકડતા તેમાંથી 300 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. નરોડા વિસ્તારમાં નરોડા ટોલ નાકાથી પોલીસે ફિલ્મી ઢબે જાનના જોખમે પુર ઝડપે ચાલી રહેલ ટ્રકનો પીછો કરી ઝડપી પાડી હતી. જેમાં પોલીસે તપાસ કરતાં વિદેશી બનાવટના દારૂની 300થી વધુ પેટીઓ મળી આવી હતી.

જોકે, માછલીની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવતા અધધધ 300થી વધુ દારૂની પેટી જપ્ત કરવામાં આવી છે. જેમાં રૂપિયા 25 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હાલ તો પોલીસે આ દારૂનો જથ્થો કોણે મગાવ્યો હતો, અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News