અમદાવાદ: વ્યાજખોરી સામે પોલીસે કરી લાલ આંખ,7 ઝોનમાં નોડલ અધિકારીની કરાય નિમણૂક

સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે

Update: 2023-01-06 09:34 GMT

સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તગડું વ્યાજ લેતા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવે અને આવા વ્યાજખોરો સામે અંકુશ લાવવા અમદાવાદ પોલીસે સ્પેશિયલ ડ્રાઈવની શરૂઆત કરી છે

ગુજરાતમાં વ્યાજખોરનો આતંક સતત વધી રહ્યો છે પરંતુ વ્યાજખોરોના ત્રાસનો ભોગ લોકો બની રહેલા લોકો બદનામી અને ડરને કારણે ફરિયાદ કરતા નથી. જેને લઇને હવે અમદાવાદ પોલીસ દ્વારા વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોની ફરિયાદ લેવા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે આવા વ્યાજખોરો સામે પગલાં લેવા શહેરમાં 7 નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે અમદાવાદ પોલીસના ડીસીપી કોમલ વ્યાસના જણાવ્યા અનુસાર વ્યાજખોરો મામલે પોલીસને અરજીઓ મળેલ છે વ્યાજખોરો દ્વારા ખૂબ ઉંચા વ્યાજે લોકોને રૂપિયા આપવામાં આવે છે જેને લઈને પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે અને તા.5 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે

Tags:    

Similar News