અમદાવાદ: લાંબા વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ; વાતાવરણમાં ઠંડક પ્રસરી

આગાહીના પગલે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી.

Update: 2021-09-07 12:48 GMT

હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદમાં પણ વરસાદે ઘમાકેદાર બેટિંગ કરી હતી. લાંબા વિરામ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 4થી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો. જોકે અમદાવાદમાં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. હાથતાળી આપતા વરસાદની આતુરતાથી રાહ જોતા અમદાવાદ વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ઘણા દિવસથી શહેરીજનો ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા હતા જોકે લાંબા વિરામ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Tags:    

Similar News