અમદાવાદ: એરપોર્ટ પર રન વેની કામગીરી પૂર્ણ,આવતીકાલથી રાબેતા મુજબ શરૂ થશે ફ્લાઇટ

છેલ્લા 75 દિવસથી રન વેની કામગીરી ચાલતી હોવાથી સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી ફ્લાઈટની સેવા બંધ રહેતી હતી

Update: 2022-04-14 12:55 GMT

આવતીકાલથી અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ્સની રાબેતા મુજબ અવર-જવર શરૂ થઈ જશે. અમદાવાદ એરપોર્ટ પર રન વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. છેલ્લા 75 દિવસથી રન વેની કામગીરી ચાલતી હોવાથી સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી ફ્લાઈટની સેવા બંધ રહેતી હતી. પરંતુ એરપોર્ટ દ્વારા માત્ર 75 દિવસમાં રન વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાથી હવે આવતીકાલથી અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ રાબેતા મુજબ શરૂ થઈ જશે.

અમદાવાદનું આંતર રાષ્ટ્રીય એરપોર્ટમાં કોવિડના સમય પૂર્વે દરરોજની 200 ફ્લાઇટની અવરજવરથી ધમધમતું ગુજરાતનું સૌથી વ્યસ્ત મથક છે. ત્યારે એરપોર્ટ ઓથોરેટીએ નિયત ફ્લાઇટ્સના સમયપત્રકને અસર કર્યા વિના રનવેના રીકાર્પેટીંગની કામગીરી માત્ર 75 દિવસમાં પૂર્ણ કરીને રનવને ખુલ્લો કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, આ રનવે માટે 200 કિ.મી.ના રોડની લગોલગ જથ્થામાં ડામર પાથરવામાં આવ્યો છે જ્યારે 40 માળની ઇમારતમાં વપરાય તેટલી કોંક્રીટનો ડ્રેનેજ સિસ્ટમ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.  

Tags:    

Similar News