અમદાવાદ : શ્રાવણનો પ્રારંભ અને સોમવારનો સમન્વય, શિવાલયોમાં ભકતોની ભીડ

શિવજીની આરાધનમાં ભકતો બન્યાં લીન, શ્રાવણના આખા મહિનામાં કરાશે પુજા-અર્ચના.

Update: 2021-08-09 11:37 GMT

આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અમદાવાદ સહિત રાજયભરના શિવાલયો ઓમ નમ : શિવાય.. ઓમ નમ : શિવાય... ના નાદથી ગુંજી ઉઠયાં હતાં. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ અને તેમાંય સોમવારના સુભગ સમન્વયે શ્રધ્ધાળુઓનો ઉત્સાહ વધાર્યો હતો.

હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો એટલે શ્રાવણ મહિનો. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે. વહેલી સવારથી જ અમદાવાદ સહિત રાજયના તમામ શહેરો અને ગામડાઓમાં આવેલાં શિવ મંદિરો ખાતે શ્રધ્ધાળુઓ પુજા- અર્ચના માટે ઉમટી પડયાં હતાં. અમદાવાદના જોઘપુર વિસ્તારમાં આવેલ બિલેશ્વર મહાદેવ મંદિરમાં કોરોનાની ગાઇડલાઇનના ચુસ્ત પાલનની સાથે શ્રધ્ધાળુઓએ શિવલિંગ પર જળ તથા દુધથી અભિષેક કર્યો હતો. સવારથી ૐ નમઃ શિવાયના નારાથી જ શિવાલયોમાં ગુંજી ઉઠ્યા હતા.

કોરોનાનો કહેર ઓછો થતાં સરકારે ધાર્મિક પ્રવૃતિઓને મંજુરી આપી છે. ગત વર્ષે શ્રાવણ માસ દરમિયાન કોરોનાની લહેર હોવાથી મંદિરો બંધ રાખવામાં આવ્યાં હતાં. ચાલુ વર્ષે દેવાલયો ખોલવાની સરકારે મંજુરી આપી છે ત્યારે શિવાલયોમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો અમલ પણ જોવા મળી રહ્યો છે. મંદિરના ગર્ભ ગૃહમાં ભીડ ન થાય એ પ્રમાણેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. કોરોનાને ધ્યાનમાં રાખી આ વર્ષે મંદિરમાં ભજન કીર્તનનું પ્રકારનું આયોજન કરવાં આવ્યું નથી. આ ઉપરાંત શિવાલયમાં સવારની આરતીમાં પણ ભક્તો પ્રવેશ આપવામાં આવતો નથી.

Tags:    

Similar News