અમદાવાદ: સરખેજ સ્થિત ભારતી આશ્રમ વિવાદ: ધરપકડથી બચવા ઋષિ ભારતીજી કોર્ટના શરણે

મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી મહારાજ દ્વારા સ્થાપવામાં આવેલા ચાર ભારતી આશ્રમ પૈકી અમદાવાદના સરખેજ માં આવેલા ભારતી આશ્રમ ની ગાદી લઈને વિવાદ સામે આવ્યો હતો.

Update: 2022-05-23 09:57 GMT

મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી મહારાજ દ્વારા સ્થાપવામાં આવેલા ચાર ભારતી આશ્રમ પૈકી અમદાવાદના સરખેજ માં આવેલા ભારતી આશ્રમ ની ગાદી લઈને વિવાદ સામે આવ્યો હતો. અમદાવાદના સરખેજ સ્થિત આશ્રમની ગાદીને લઈને હરીહરાનંદ ભારતી અને ઋષિ ભારતી વચ્ચે ખટરાગ ઉભો થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ કેટલાક લોકો હરીહરાનંદ ભારતીને ધમકાવતા હોવાને કારણે તેઓ આશ્રમ છોડીને અચાનક ગુમ થઈ ગયાં હતાં. ત્યારબાદ તેમની ભાળ નાસિક નજીકથી તેમના સેવકો ને મળી હતી. આ ઘટનામાં યદુનંદન ભારતીજીએ ગુરુભાઈ ઋષિ ભારતી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.મળતી માહિતી પ્રમાણે સરખેજ સ્થિત ભારતી આશ્રમ વિવાદ મામાલે ધરપકડથી બચવા ઋષિ ભારતીજી કોર્ટના શરણે પહોંચ્યા છે. ઋષિ ભારત ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કર્યા છે. ગ્રામ્ય કોર્ટે આ મામલે તપાસ અધિકારીને નોટિસ ઇશ્યુ કરી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે હું આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા કરું છું. હું કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ માં સંડોવાયેલ નથી. અમદાવાદમાં સરખેજમાં ભારતી આશ્રમ આવેલો છે. ભારતી આશ્રમની કિંમત 50 કરોડની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંદાજે 10 વિઘામાં ભારતી આશ્રમ પથરાયેલો છે. જેમાં ભારતી આશ્રમ નું વિલ પોતાના નામે બનાવ્યું હોવાનો ઋષિ ભારતી બાપુ નો દાવો છે. હરિહરા નંદ સ્વામી ભારતી આશ્રમ પોતાના નામે કર્યો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જેણા કારણે વિવાદ વકરતા ભારતી આશ્રમ ની જમીનને લઈને હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે.

Tags:    

Similar News