અમદાવાદ: કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોએ આજથી સહાય ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે

કચેરીના કર્મચારી અરજદારને બાજુમાં બેસાડી કોરોના સહાયનું ફોર્મ ઓનલાઇન ભરીને આપશે અને પુરાવા પણ સ્કેન કરી અપાશે.

Update: 2021-12-09 08:01 GMT

કોરોનાના મૃતકોના પરિવારજનોને ગુરુવારથી ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. પરિવારજનોને ઓનલાઇન અરજી કરવામાં મુશ્કેલી પડે તો મામલતદાર કચેરીઓમાં વ્યવસ્થા કરાઈ છે. કચેરીના કર્મચારી અરજદારને બાજુમાં બેસાડી કોરોના સહાયનું ફોર્મ ઓનલાઇન ભરીને આપશે અને પુરાવા પણ સ્કેન કરી અપાશે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીએ આ અંગે તમામ મામલતદારને સૂચના આપી છે.જિલ્લા કલેકટર કચેરીના જણાવ્યા અનુસાર, અગાઉ શહેરમાં કોરોનાથી મૃત્યુનો સત્તાવાર આંક 3319 કરાયો હતો, પરંતુ હવે શહેરમાં સત્તાવાર મૃત્યુઆંક 3268 કરાયો છે.

કુલ 3268માંથી 2379 ફોર્મ મંજૂર કરીને હુકમ કરાયા છે. જ્યારે 2312ને સહાય ચુકવણીના આદેશ કરાયા છે. સત્તાવાર મૃત્યુ આંક સિવાય ભરાઈને આવેલા કુલ 3415 ફોર્મમાંથી 1536 ફોર્મમાં ચુકવણી કરી દેવાઈ છે અને 1548 ફોર્મ માન્ય કરીને હુકમ કરાયા છે. કુલ 3848 મૃતકના પરિવારજનોને 50 હજાર પ્રમાણેની સહાય ઓનલાઇન ચૂકવાઈ છે.ઓનલાઇન ફોર્મ ભરાવવા માટે મામલતદારોને ફરી સૂચના અપાશે. મામલતદારને લાગશે તેવા કિસ્સામાં જ ઓફલાઇન ફોર્મ સ્વીકારાશે. ઓફલાઇન ફોર્મ લીધા બાદ અરજદારને બેસાડી તેની સામે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી કરવાની જવાબદારી પણ મામલતદાર કચેરીની રહેશે.

Tags:    

Similar News