અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી અંગે હાઈકોર્ટે કર્યો મહત્વનો હુકમ

ઘણા વર્ષોથી દારૂબંધી લાગુ કરવામાં આવેલ છે જેમાં દારૂ પીને આવતા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવતી હોય છે

Update: 2021-08-23 11:57 GMT

એક બાજુ ગુજરાતમાં દારૂબંધી લાગુ કરવામાં આવી છે જ્યારે બીજા રાજ્યોમાંથી દારૂ પીને આવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય તેને ધ્યાનમાં લઈને ગુજરાત હાઇકોર્ટ આજ રાઈટ ટુ પ્રાઈવસી આધાર પર દારૂબંધીને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી.જેમાં ગુજરાતમાં દારૂબંધીના કાયદાના તરફેણ અને વિરુદ્ધ થયેલી અરજી હાઇકોર્ટ સુનાવણી કરવામાં આવી હતી..

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી અંગે હાઈકોર્ટે કર્યો મહત્વનો હુકમ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી દારૂબંધી લાગુ કરવામાં આવેલ છે જેમાં દારૂ પીને આવતા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવતી હોય છે જેથી ગુજરાત હાઇકોર્ટમાં દારૂબંધીને પડકારતી અરજી કરવામાં આવી હતી.અરજદારે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં જવા પર સરકારે રોક લગાવી શકે નહિ કારણકે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે અમે લોકો તો બીજા રાજ્યમાંથી દારૂ પીને આવીએ છીએ માટે સરકાર રોક લગાવે એ યોગ્ય નથી.અરજદારના એડવોકેટે દલીલ રજૂ કરી હતી કે ભારતીય નાગરિકને પોતાની આઝાદીનો અધિકાર છે ત્યારે માણસ શું ખાય છે કે શું પીવે છે એ જાણવાનો અધિકાર નથી.વાહન ચાલક દારૂ પીને વાહન ચલાવતો હોય તો રોક લગાવી શકે છે પણ તેની કાર્યવાહી કરે એ યોગ્ય નથી.બીજી બાજુ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે સમય માંગ્યો છે જેને ધ્યાને લઈને આ કેસની આગામી સુનાવણી 12 ઓક્ટોબરના રાખવામાં આવી છે. રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની કુલ વસ્તી 6.75કરોડની છે જેમાં માત્ર 21 હજાર લોકોની હેલ્થને ધ્યાનમાં લઈને પરમીટ આપવામાં આવી છે.આ ઉપરાંત વિઝીટર અને ટુરીસ્ટ પરમીટ થઈને કુલ 66 હજાર લોકો ને જ પરમીટ આપવામાં આવી છે.રાજ્યમાં છેલ્લા 71 વર્ષથી દારૂબંધી કાયદો અમલ છે ત્યારે હાઇકોર્ટમાં થયેલી અરજી હવે મહત્વનો મુદ્દો બને તેવી શક્યતા છે.

Tags:    

Similar News