અમદાવાદ : પોતાની ઓળખનો દુરુપયોગ કરી પોલીસ પર પ્રભાવ જમાવતા પહેલા ચેતી જજો..!

ટ્રાફિકની સમસ્યામાં વધારો થતાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, વાહન પર પ્રેસ, ડોક્ટર, વકીલ લખ્યું હોય તો ચેતી જજો.

Update: 2021-08-21 08:33 GMT

અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જો કોઈ વ્યક્તિ પોતાની ઓળખનો દુરુપયોગ કરી પોલીસ ઉપર પોતાનો પ્રભાવ જમાવવાની કે, સામાન્ય લોકોને અડચણરૂપ બની પોતાના વાહન પર પ્રેસ, ડોક્ટર, વકીલ જેવુ લખાણ લખ્યું હોય તેવા લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે કોઈ વ્યક્તિ પોતાના વાહન ઉપર પ્રેસ, ડોક્ટર, વકીલ સહિતના અધિકૃત રીતે લખાણ કરાવી પોતાની ઓળખ ઉભી કરી પોલીસ કે, સામાન્ય લોકોને હેરાન-પરેશાન કરવાનો પ્રયાસ કરતા હોય, તેવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસકર્મીઓને પણ પોતાના રોજિંદા કામમાં પડતી ખલેલને ધ્યાનમાં રાખી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ પોઇન્ટ પર ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જોકે, આ કાર્યવાહી પર અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ એમ.વી. એક્ટમાં કરેલ જોગવાઈ અનુસાર જ લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. ટ્રાફીક પોલીસ દ્વારા તા. 13થી 19 ઓગસ્ટ સુધી આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ લખાણો કે, ફેન્સી નંબર પ્લેટ, કાળા કાચવાળા વાહનચાલકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો, જ્યારે અનધિકૃત વિવિધ લખાણો પણ સ્થળ પર જ દૂર કરવામાં આવ્યા હતા. પ્રથમ દિવેસ 48 વાહનચાલકો પાસે 24 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. જેમાં કુલ 237 વાહનચાલકો પાસેથી 1.23 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

Tags:    

Similar News